
નવી દિલ્હી,તા.3.એપ્રિલ 2019, બુધવાર
ભારતમાં પોલીસ દ્વારા લોકો પર પૂછપરછના નામે થતા અત્યાચાર અને મારઝૂડની વાત નવી નથી.પોલીસ આજે પણ એવુ સમજે છે કે, પકડાયેલા કોઈ પણ વ્યક્તિને મારવો એ અબાધિત અધિકાર છે.
જોકે કાનપુરમાં બિઠુર પોલીસ સ્ટેશનમાં પોલીસે ક્રુરતાની તમામ હદો વટાવીને એક આરોપી પર કરેલા અત્યાચારથી હાહાકાર મચ્યો છે.આ મામલાની મળતી વિગતો પ્રમાણે પોલીસે એક મર્ડર કેસમાં તપાસ બાદ ઉન્નાવ ખાતેથી સોનુ અને મોનુ નામના બે આરોપીની અટકાયત કરી હતી.
આરોપ છે કે, અડધી રાતે પોલીસે ગુનો કબૂલ કરાવવા માટે મોનુની નિર્વસ્ત્ર હાલતમાં પિટાઈ કરી હતી.એ પછી તેના પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ નાંખીને કરંટ આપ્યો હતો.જેના પગલે પેટ્રોલે આગ પકડી લીધી હતી.પોલીસે એ પછી દર્દથી તરફડિયા મારી રહેલા આરોપીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
મોનનુ પરિવારજનોને આ વાતની ખબર પડી ત્યાર તેમણે પોલીસ મથકમાં હંગામો કર્યો હતો.પોલીસે પોતાની સફાઈમાં કહ્યુ હતુ કે, મોનુએ જાતે જ પોતાને આગ ચાંપી હતી.જોકે મોનુએ હોસ્પિટલમાં આપેલા નિવેદનમાં પોતાના પર થયેલા અત્યાચારનો ઘટસ્ફોટ કર્યો હતો.સાથે સાથે કહ્યુ હતુ કે, પોલીસે જો મીડિયાને આ વાત કરી તો એન્કાઉન્ટરની ધમકી આપી હતી.
એ પછી પોલીસે ઉપરી અધિકારીઓની નારાજગી અને વધારે હોબાળાની બીકથી બીજા આરોપી સોનુને છોડી દીધો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FUt9c4
via Latest Gujarati News
0 Comments