ટીવીમાં અચાનક થયો બ્લાસ્ટ, ત્રણ બાળકોના મોત


નવી દિલ્હી,તા.3.એપ્રિલ 2019, બુધવાર

અત્યાર સુધી મોબાઈલમાં ધડાકો થવાની સંખ્યાબંધ ઘટનાઓ બની ચુકી છે પણ યુપીના બદાયુ જિલ્લામાં એક ખોફનાક ઘટનામાં એક ટીવીમાં બ્લાસ્ટ થવાના પગલે ત્રણ બાળકોના મોત થયા છે.એક બાળક ભાગી જતા તેનો જીવ બચી ગયો છે.

બદાયુ જિલ્લાના કુઠૌલી નામના ગામડામાં આ ઘટના બની હતી.પોલીસના કહેવા પ્રમાણે એક જ પરિવારના બે ભાઈઓના બાળકો મોડી રાત સુધી ટીવી જોઈ રહ્યા હતા.એ દરમિયાન અચાનક ટીવીમાં બ્લાસ્ટ સાથે જ આગ લાગી હતી.જેના પગલે ત્રણ બાળકોના સ્થળ પર મોત થયા હતા.એક બાળક જીવ બચાવવામાં સફળ થયો હતો.

પોલીસે કહ્યુ હતુ કે, બાળકોના મોત આગ અને તેના પગલે ધુમાડાના કારણે શ્વાસ રુંધાવાથી થયા છે.ટીવીમાં બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ હાલમાં ચાલી રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YNwEZw
via Latest Gujarati News

Post a Comment

0 Comments