
નવી દિલ્હી,તા.3.એપ્રિલ 2019, બુધવાર
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આજે લોકસભાની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
જોકે ઉમેદવારીપત્ર ભરતી વખતે તેમણે આપેલી ખુલ્લેઆમ ધમકીના પગલે ભારે વિવાદ જાગ્યો છે.તેમણે નિવેદન આપતા કહ્યુ હતુ કે, જો અમિત શાહ કલમ 370 કે 35 એ નાબૂદ કરવા માટેની ડેડલાઈન નકકી કરી રહ્યા હોય તો જાણી લે કે જમ્મુ કાશ્મીરની જનતા માટે પણ આ ડેડલાઈન હશે.
તેમણે કહ્યુ હતું કે, જે શરતોના આધારે કાશ્મીરનુ ભારત સાથે જોડાણ થયુ હતુ તે શરતો જો પાછી ખેંચી લેવામાં આવશે તો ભારત સાથે અમે કાશ્મીરનુ જોડાણ તોડી નાંખીશું.
ઉલ્લેખનીય છે કે અમિત શાહે નિવેદન આપ્યુ હતુ કે, 2020 સુધીમાં જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી 370મી કલમ નાબૂદ કરવામાં આવશે.
કોંગ્રેસના ઘોષણાપત્ર પર મહેબૂબાએ કહ્યુ હતુ કે, કોંગ્રેસે કાશ્મીરમાં સેનાના જવાનોની સંખ્યા ઓછી કરવા માટે વચન આપ્યુ છે.આ જ વાત મુફ્તી મહોમ્મદ સઈદે ભાજપ સાથે ગઠબંધન કરતી વખતે કહી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CQkx4v
via Latest Gujarati News
0 Comments