મેનિફેસ્ટોના કવરપેજ પર રાહુલની સાવ નાની તસવીરથી સોનિયા ગાંધી નારાજ


નવી દિલ્હી,તા.3.એપ્રિલ 2019, બુધવાર

લોકસભા ચૂંટણીના ઘોષણાપત્ર પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તસવીરની સાઈઝ સાવ નાની રાખવાના પગલે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી નારાજ થયા છે.

સૂત્રોના કહેવા પ્રમાણે મેનિફેસ્ટોના પહેલા પેજ પર રાહુલની સાવ નાની તસવીર જોયા બાદ સોનિયા ગાંધીએ ઘોષણાપત્ર માટેની કમિટીના સભ્ય રાજીવ ગૌડાને ઝાટક્યા હતા.સોનિયાનુ કહેવુ હતુ કે, મેનિફેસ્ટોનુ કવર પેજ આકર્ષક હોવુ જોઈએ પણ એવુ નથી.સાથે સાથે રાહુલનો ફોટોગ્રાફ સાવ નાનો છે.જે પ્રભાવિત કરનાર નથી.ઉપરાંત ફ્રન્ટ પેજ પર ગાંધીજીની તસવીર નહી હોવાથી પણ સોનિયા ગાંધી નારાજ થયા હતા.

સોનિયા ગાંધીએ જોકે મેનિફેસ્ટોમાં આવરી લેવાયેલા મુદ્દાઓના વખામ કર્યા હતા પણ કવરપેજ માટેની તેમની નારાજગી સ્પષ્ટપણે દેખાઈ હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FOWbZg
via Latest Gujarati News

Post a Comment

0 Comments