કાશ્મીરમાંથી 370મી કલમ હટાવવાના મુદ્દે બે એક્ટ્રેસ વચ્ચે છેડાયો જંગ


નવી દિલ્હી,તા.3.એપ્રિલ 2019, બુધવાર

કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મુદ્દે રાજકીય મોરચે તો ગરમાવો છે જ પણ તેની અસર સોશ્યલ મીડિયા પર પણ જોવા મળી રહી છે.

ટ્વિટર પર કાશ્મીરને લઈને બે અભિનેત્રીઓ તેમજ બિગ બોસમાં પણ ભાગ લઈ ચુકેલી પાયલ રોહતગી અને ગૌહર ખાન એક બીજા સાથે ભીડાઈ ગઈ હતી.

370ની કલમ હટાવવા મુદ્દે પાયલ રોહતગીએ ટ્વિટ કરી હતી કે, જો આ કલમ ના હટાવાતી હોય તો કાશ્મીરી મુસ્લિમોને કાશ્મીરમાંથી કાઢી મુકવા જોઈએ.કાશ્મીરને કેન્દ્ર સરકારે સુરક્ષિત બનાવવુ જોઈએ.કાશ્મીરી ભારતના બીજા શહેરોમાં રહેવાનુ શરુ કરી શકે છે.તેઓ ત્યાં નહી હોય તો પણ કાશ્મીર ભારતનો હિસ્સો બની રહેશે.તમે કાશ્મીરમાંથી પંડિતોને કાઢ્યા , હવે મુસ્લિમોનો વારો છે.

આ ટ્વિટનો જવાબ આપવા માટે ગૌહર ખાન કુદી પડી હતી.ગૌહરખાને ટ્વિટ કર્યુ હતુ કે, આ વાત એ વ્યક્તિ કહી રહી છે જે પોતે 90 ટકા મુસ્લિમો રહે છે તે બિલ્ડિંગમાં હસી ખુશીથી રહે છે.મને ગર્વ છે કે, તારી બિલ્ડિંગમાં રહેનારા મુસ્લિમો તારા જેવી કટ્ટરવાદી વ્યક્તિને સહન કરી રહ્યા છે.

તેનો જવાબ આપતા પાયલ રોહતગીએ ગૌહર ખાનના ટીવી એક્ટર કુશલ ટંડન સાથેના સબંધો પર સવાલ ઉભા કરી દીધા હતા.જેના પગલે કુશલ ટંડને વચ્ચે પડીને ગૌહરખાનનો બચાવ કર્યો હતો.કુશલે લખ્યુ હતુ કે, ગૌહર પર ખોટી રીતે એટેક કરવા પર રોક લગાવાઈ જવી જોીએ.અમારો સબંધ સારો હતો અને રહેશે.તુ જુઠ્ઠાણુ ચલાવી ગૌહરને નુકસાન નહી પોંચાડી શકે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OJM0JA
via Latest Gujarati News

Post a Comment

0 Comments