મિથુન ચક્રવર્તીનો પુત્ર નમાશી બોલીવૂડમાં લોન્ચ થશે


મુંબઇ,તા. ૨૫ મે 2019, શનિવાર

સ્ટારકિડ્સની વાત કરીએ તો રાજકુમાર સંતોષી પોતાની આગામી ફિલ્મમાં મિથુન ચક્રવર્તીના પુત્ર  નમાશીને  લોન્ચ કરવાનો છે. આ ફિલ્મનું નામ 'બેડ બોય' છે અને તેની સાથે સાજિદ કુરેશીની પુત્રી ઇમરિન કુરેશીની જોડી બનશે. આ ફિલ્મ રોમેન્ટિક -કોમેડી હશે. જલદી જ આ ફિલ્મનું શૂટિંગ બેંગલુરુમાં શરૂ કરવામાં આવશે.

મિથુન રૂપેરી પડદાનો સફલ અભિનેતા અને ડાન્સર ગણાય છે. હવે તેનો પુત્ર  આ ક્ષેત્રમાં કેવો દેખાવ કરે   છે, તે તો સમય જ બતાવશે. પરંતુ સૂત્રના જણાવ્યા પ્રમાણે  ફિલ્મ નિર્માતાએ નમાશી પાસે ઘણા ઓડિશન કરાવ્યા છે, તેને આ બધા ઓડિશનોથી સંતોષ થયા બાદ જ નમાશીને ફાઇનલ કરવામાં આવ્યો છે. 

આ ફિલ્મનું શૂટિંગ બેગલુરુમાં ૬૫ દિવસ ચાલવાનું છે. આ ઉપરાંત મુંબઇમાં પણ શૂટિંગ કરવામાં આવશે. ફિલ્મના અમુક ગીતોને ભારત બહાર ફિલ્માવવાની પણ યોજના છે. આ ફિલ્મની સત્તાવાર ઘોષણા થઇ ગઇ છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HTLkOZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments