રાજીવ ગાંધી હત્યાકાંડમાં આરોપીઓને છોડી મુકવાનો વિરોધ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી, તા. 9 મે 2019, ગુરૂવાર

સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડના સાત આરોપીઓને છોડી મુકવાની તામિલનાડુ સરકારના 2014ના નિર્ણયને વિરોધ કરતી અરજીને ગુરૂવારે ફગાવી દીધી છે. 1991માં પૂર્વ વડાપ્રધાનની સાથે માર્યા ગયેલા લોકોના પરિવારજનોએ અરજી દાખલ કરી તામિલનાડુ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી બેન્ચે કહ્યું,‘આ મામલી બંધારણીય બેન્ચે નિર્ણયમાં તમામ પાસાઓઓ પર વિચાર કર્યો હતો, માટે આ મામલે હવે ખાસ કંઇ વધ્યું નથી.’

તત્કાલીન મુખ્યમંત્રી જે.જયલલિતા સરકારે 2014માં આ મામલે સાત આરોપીઓને છોડી મુકવાનો નિર્ણય કર્યો હતો. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તામિલનાડુના શ્રીપેરૂમ્બદુરમાં 21 મે 1991ના રોજ હત્યા કરવામાં આવી હતી.

આ મામલો હવે રાજ્યપાલની પાસે પેન્ડિંગ છે. હવે રાજ્યપાલ આ વાત પર અંતિમ નિર્ણય લેશે કે 7 આરોપીઓને છોડી મુકવા કે નહીં. આ અરજી એસ અબ્બાસ નામના વ્યક્તિએ કરી હતી. એસ અબ્બાસની માતાનું રાજીવ ગાંધીની હત્યા સમયે થયેલા બ્લાસ્ટમાં મોત નીપજ્યું હતું. બ્લાસ્ટ સમયે એસ અબ્બાસ આઠ વર્ષના હતા.

2014માં રાજ્ય સરકારે કહ્યું હતું કે આરોપીઓ પહેલા જ 25 વર્ષથી વધારે સજા કાપી ચુક્યાં છે. અરજદારની દલીલ હતી કે તેમને આજીવન કેદની સજા મળી છે તો અંતિમ શ્વાસ સુધી જેલમાં જ રહેવું જોઇ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JtKGdt
via Latest Gujarati News

Post a Comment

0 Comments