(પીટીઆઇ) મુઝફ્ફરપુર, તા. 7 મે, 2019, મંગળવાર

બિહારમાં પાંચમા તબક્કાની ચૂંટણી હેઠળ ચાલુ મતદાનમાં એક હોટેલમાંથી ૬ ઇવીએમ મળી આવતા હોબાળો થયો હતો. આ સંબધમાં સંબધિત ચૂંટણી અધિકારીને નોટિસ ફટકારવામાં આવી છે. જો કે સત્તાવાળાઓએ સ્પષ્ટતા કરી છે કે હોટેલમાંથી મળી આવી આવેલા ઇવીએમ વણવપરાયેલા હતા અને તેમના સીલ પણ તોડવામાં આવ્યા ન હતાં. 

મહાગઠબંધનની ફરિયાદને પગલે આ ઘટના સામે આવી હતી. સેક્ટર મેજિસ્ટ્રેટ અવધેશકુમાર આ ઇવીએમને હોટેલમાં લઇ ગયા હતાં. જો કે હોટેલમાં ઇવીએમ લઇ જવા નિયમની વિરુદ્ધ હોવાથી તેમને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. 

નિયમ એવો છે કે ઇવીએમને સ્ટ્રોંગ રૃમ કે મતદાન મથકની સિવાય અન્ય કોઇ પણ સ્થળે રાખી શકાય નહીં. 

આ કેસમાં જિલ્લા મેજિસ્ટ્રેટ આલોક રંજન ઘોષે જણાવ્યું હતું કે હોટેલમાંથી મળી આવેલા મશીન રિર્ઝવ મશીન હતાં. કોઇ પણ મતદાન મથકમાં ઇવીએમમાં ખામી સર્જાય ત્યારે આ રિઝર્વ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JoEpzA
via Latest Gujarati News