રોયલ એનફિલ્ડે 7000 નંગ બુલેટ રિકોલ કર્યા


નવી દિલ્હી, તા. 7 મે, 2019, મંગળવાર

ખામીયુક્ત બ્રેક કેલિપર બોલ્ટને કારણે રોયલ એનફિલ્ડે બુલેટ અને બુલેટ ઈલેક્ટ્રાના ૭૦૦૦ નંગ રિકોલ કર્યા છે. કંપનીએ જણાવ્યુ હતુ કે, ર૦ માર્ચ ર૦૧૯ અને ૩૦ એપ્રિલ ર૦૧૯ વચ્ચે ઉત્પાદન કરવામાં આવેલા આ બે મોડલની મોટરસાઈકલને રિકોલ કરવાની નિર્ણય લીધો છે. 

તપાસમાં જાણવા મળ્યુ કે, વિક્રેતાઓને આપવામાં આવેલી બુલેટમાં બ્રેક કેલિપર બોલ્ટ ખામી હતી. જે રોયલ એનફિલ્ડની ગુણવત્તાના ધોરણ મુજબ નહતી. બ્રેક કેલિપર બોલ્ટ બ્રેક નળી અને બ્રેક કેલિપરની સુરક્ષિત કરતી બ્રેકિંગ સિસ્ટમનો આવશ્યક ભાગ છે. 

ખામીને કારણે આ ગાળા ઉત્પાદન થયેલ ૭૦૦૦ મોટરસાઈકલને કંપની સ્વૈચ્છિક રીતે રિકોલ કરવાનો નિર્ણય લીધો છે. 

આ બાબતે બધા જ ગ્રાહકોને સેવા દરમિયાનગીરીમાં બોલાવાવમાં આવ્યા છે અને તેના અનુસાર વિવિધ હિસ્સેદારોને તેની મુજર જાણ કરવામાં આવી રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JbYEBx
via Latest Gujarati News

Post a Comment

0 Comments