ઓફિસે નહોતુ જવુ એટલે કોરોના થયો હોવાનુ જુઠ્ઠાણું ચલાવ્યુ, 3 મહિનાની જેલ થઈ

બેઇજિંગ, તા.11 માર્ચ 2020, બુધવાર

કોરોના વાયરસના કારણે સૌથી વધુ પ્રભાવિત દેશ ચીનમાં એક વ્યકતિને ઓફિસ નહોતુ જવુ અને તેના માટે તેણે પોતાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનુ બહાનુ બનાવતા જ અફરા તફરી મચી ગઈ હતી

જિઆંગસૂ પ્રાંતમાં જૂ નામના એક વ્યક્તિએ પોતાની કંપનીને કહ્યુ હતુ કે, જ્યાં કોરોનાના દર્દીઓ હતા તે જ સુપર માર્કેટમાં હું શોપિંગ કરવા ગયો હતો અને હવે મને પણ કોરાના વાયરસનો ચેપ લાગ્યો છે.તેણે પૂરાવા તરીકે સુપર માર્કેટમાં ખરીદીની રિસિપ્ટ પણ આપી હતી.

જોકે તેણે પાછળથી સ્વીકાર્યુ હતુ કે, તેણે ખોટી રિસિપ્ટ પાઈ હતી અને કોરોના થયો હોવાનુ જુઠ્ઠાણુ ચલાવ્યુ હતુ.ડોક્ટરોએ પણ તપાસ કરીને કહ્યુ હતુ કે જૂ બિમાર નથી.જૂએ ઓફિસે નહી જવા માટે ખોટુ બોલ્યો હતો.

જોકે તેણે જુઠ્ઠાણું ચલાવ્યા બાદ 3 દિવસ ઓફિસ બંધ રાખવી પડી હતી અને અફરા તફરી  મચી ગઈ હતી.

હવે જૂને જુઠ્ઠુ બોલવા બદલ 3 મહિના જેલમાં જવાનો વારો આવ્યો છે.






from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W4LzPU
via Latest Gujarati News

Post a Comment

0 Comments