નવી દિલ્હી, તા.11 માર્ચ 2020, બુધવાર
તમને કદાચ સાચુ ના લાગે પણ ઉંઘવાનો વિડિયો લાઈવ કરીને પણ તમે પૈસા કમાઈ શકો છો.
કેટલાક લોકો માટે આ વાત સાચી પડી છે. એક પોપ્યુલર લાઈવ સ્ટ્રિમિંગ વેબસાઈટ ટ્વિચ દ્વારા યુઝર્સને ઉંઘવાના વિડિયો લાઈવ કરવાની મંજૂરી આપવા બદલ પૈસા આપવામાં આવે છે.
આવા યુઝર્સ ઉંઘતા ઉંઘતા હજારો ડોલરની કમાણી કરી રહ્યા છે.આ સાઈટ ઉંઘતા વ્યક્તિનુ લાઈવ સ્ટ્રિમિંગ કરે છે. સુતા પહેલા યુઝરે બેડ તરફ વેબકેમ કરી દેવાનો હોય છે. જેથી તેઓ ઉંઘતા હોય તો તે લાઈવ જોઈ શકે. આ બદલ તેમને ઓનલાઈન ડોનેશન થકી પૈસા મળે છે.
એક વિડિયો મેકરનુ કહેવુ છે કે, આ રીતે તેણે એક રાતમાં 5600 ડોલર એટલે કે લગભગ 4.14 લાખ રુપિયાની કમાણી કરી હતી.
ટ્વિચ નામની સાઈટના દુનિયામાં દોઢ કરોડ યુઝ છે.જેના પર યુઝર આર્ટ, મ્યુઝિક, ગેમ્સનુ લાઈવ સ્ટ્રીમીંગ કરતા હોય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38Mo54Y
via Latest Gujarati News
0 Comments