
(પીટીઆઈ) ઉત્તરકાશી, તા. 7 મે, 2019, મંગળવાર
આજે અક્ષયતૃતિયા (અખાત્રીજ)ના પવિત્ર દિવસે ઉત્તરાખંડનાઉત્તરકાશી જિલ્લામાં આવેલા ગંગોત્રી અને યમનોત્રી મંદિરોના દ્વાર ધામધૂમથી ખુલ્લા મૂકાયા એ સાથે ગઢવાલ હિમાલયમાં ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે.
વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ગંગોત્રી મંદિરના દ્વાર આજે સવારે ૧૧.૩૦ વાગ્યે જ્યારે યમનોત્રી મંદિરના દ્વાર બપોરે ૧.૧૫ વાગ્યે ખુલ્લા મૂકાયા.દ્વાર ખોલવાની વિધિ પૂર્વે બંને મંદિરોમાં દેવી ગંગાને એમના શિયાળુ નિવાસ મુખબા, જ્યારે દેવી યમુનાને એમના શિયાળુ નિવાસ ખરસાલી ખાતેથી આણવામાં આવ્યા.
પ્રતિ વર્ષે દેશ- વિદેશમાંથી લાખો ભાવિકો ચારધામ યાત્રા માટે ઉમટે છે.
ગંગોત્રી અને યમનોત્રી ઉપરાંત ચાર ધામમાં જેનો સમાવેશ થાય છે એ કેદારનાથ મંદિરના દ્વાર તા.૯મેએ, જ્યારે બદરીનાથ મંદિરના દ્વાર તા.૧૦મેએ ખુલ્લા મૂકાશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V2xmyM
via Latest Gujarati News
0 Comments