સીજેઆઇને ક્લિન ચીટના વિરોધમાં દેખાવો બદલ મહિલાઓ સહિત 55ની ધરપકડ


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 7 મે, 2019, મંગળવાર

મહિલાની જાતીય સતામણી કરવાના કેસમાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇને ક્લિન ચીટ આપવાના વિરોધમાં અનેક સંગઠનો દેખાવો કરી રહ્યાં છે. કોઇ પણ અપ્રિય ઘટનાને ટાળવા માટે સુપ્રીમ કોર્ટની આસપાસ કલમ ૧૪૪ અમલમાં મૂકવામાં આવી છે. 

આ દેખાવકારોએ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ વિરુદ્ધના કેસમાં જે રીતે તપાસ કરી છે કે તેની સામે વિરોધ નોંધાવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની ઇન હાઉસ ઇન્કવાયરી કમિટીએ પુરાવાના અભાવે રંજન ગોગોઇને ક્લિન ચીટ આપી દીધી છે.  દેખાવકારોની માગ છે કે ન્યાયના માપદંડ તમામ માટે સમાન હોવા જોઇએ. તેમણે આરોપ છે કે પીડિતાના નિવેદનને ગંભીરતાથી લેવામાં આવ્યો નથી.  આ દરમિયાન સીજેઆઇ વિરુદ્ધ દાખલ કરનાર સુપ્રીમ કોર્ટના પૂર્વ મહિલા કર્મચારીએ ગોગોઇને ક્લિન ચીટ આપતો ઇન હાઉસ તપાસ કમિટીનો અહેવાલ માગ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/300YTnY
via Latest Gujarati News

Post a Comment

0 Comments