
(પીટીઆઇ) લાહોર, તા. 7 મે, 2019, મંગળવાર
ભ્રષ્ટાચાર કેસમાં સાત વર્ષની જેલ ભોગવી રહેલા પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના છ સપ્તાહના જામીન પુરા થતાં આજે તેઓ લાહોરની કોટ લખપત જેલમાં પરત ફર્યા હતા.
ત્રણ વખતના પાક.ના વડા પ્રધાન ઇફતાર પછી તેમની પુત્રી મરિયમના નેતૃત્વ હેઠળના પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના સમર્થકોના સરઘસના સ્વરૃપે જેલ પરત ફર્યા. અલ અઝીઝીયા સ્ટીલ મીલ કેસમાં જેલ ભોગવી રહેલા શરીફને સર્વોચ્ચ અદાલતે છ સપ્તાહના જામીન આપ્યા હતા.
તેમની બીમારી ખૂબ વિકટ છે અને હતાશાથી પીડાય છે તેવા બહાના હેઠળ ૨૭ એપ્રિલે શરીફે કાયમી જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દેતાં તેમની પાસે જેલ પરત ફર્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ જ નહતો.
સુપ્રીમ કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આપેલા જામીનનો સમય પુરો થતાં તેમણે જામીન લંબાવવા નવેસરથી અરજી કરી હતી જેને ફગાવી દેવામાં આવી હતી.કોર્ટે તેમને સારવાર માટે વિદેશ જવા દેવાની પણ ના પડી હતી. 'નવાઝ શરીફ તેમના સમર્થકોના સરઘસમાં જોડાઇ જેલ પરત ફર્યા હતા.
સરઘસનું નેતૃત્વ તેમના પુત્રી મરિયમે કર્યું હતું.શરીફ સાથે જેલ સુધી માર્ચ કરવા તમામ કાર્યકર્તાઓને હાકલ કરવામાં આવે છે. માટે તમામ કાર્યકરો એ તેમના નિવાસસ્થાન જતી ઉમરા ખાતે ભેગા થવું. ત્યાંથી સરઘસાકારે શરીફને જેલ સુધી મૂકી આવીશું'એમ પાક.મુસ્લિમ લીગના પ્રવકતા મરિયમ ઓરંગઝૈબે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે પક્ષના કાર્યકર્તાઓ ઇમરાન ખાનના પ્રજા વિરોધી પોલીસીઓ સામે રસ્તા પર આવવા તૈયાર છે.તેઓ અમારા નેતા તરફથી આદેશને રાહ જુએ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V3ynGV
via Latest Gujarati News
0 Comments