
દુબઇ, તા.19 મે, 2019, રવિવાર
ખાડીમાં વધતી જતીં તંગદીલી અંગે ચર્ચા કરવા સાઉદી એરેબિયાએ તાત્કાલિક બેઠક બોલાવી હતી અને કહ્યું હતું કે તેઓ ઇરાન સાથે યુધ્ધ ઇચ્છતા નથી, પણ પોતાના દેશનો બચાવ કરવા તૈયાર છે. ઇરાનના કથિત ઇશારે કામ કરી રહેલા યમની બળવાખોરો દ્વારા સાઉદીની પાઇપલાઇ પર ડ્રોનથી હુમલો કરતા ખૂબ જ સંવેદનશીલ બની ગયેલા ખાડીમાં અનેક સાઉદી ટેન્કરો પર હુમલા કર્યા પછી સાઉદી એરેબિયાએ આ જાહેરાત કરેલી.
ઇરાનની ધમકીના પગલે અમેરિકાએ પણ ખાડીમાં વિમાન વાહક જહાજ અને બોમ્બરોને તૈનાત કર્યા હતા.તાજેતરના આક્રમણ અને તેના પરિણામો પર ચર્ચા કરવા કિંગ સલમાને ખાડીના અને આરબ લીગના સભ્યોને ૩૦મી મેના રોજ મક્કામાં બોલાવ્યા હતા.
સાઉદી એરેબિયાના નાયબ વિદેશ મંત્રી અબ્દેલ અલ જુબૈરે આજે કહ્યું હતું કે તેમના દેશને ઇરાન સાથે યુધ્ધ કરવું નથી, પરંતુ પોતાના દેશને બચાવવા જરૂર કંઇ કરશે. સાઉદી એરેબિયા ઇરાન સાથે યુધ્ધ કરવા ઇચ્છતું નથી, પણ દેશને બચાવવા ગમે તે કરશે, એમ તેમણે ઉમેર્યું હતું.
'તો સાથે સાથે જો તેમને યુધ્ધ કરવું જ હોય તો સાઉદી એરેબિયા પુરેપુરી તાકાતથી તેનો યોગ્ય જવાબ પણ આપશે'એમ તેમણે કહ્યું હતું.
સાઉદીના ક્ષેત્રિય સાથી દેશોએ આ આમંત્રણનું સ્વાગત કર્યું હતું. યુએઇના વિદેશ મંત્રીએ કહ્યું હતુ ંકે ' કટોકટીના સંજોગોમાં એક સંયુક્ત આરબ જગત અને ખાડીની મજબૂતીની જરૂર છે'એમ તેમણે કહ્યું હતું.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EifBWI
via Latest Gujarati News
0 Comments