ઉત્તર કોરિયાના પ્રમુખ કિમે ફાયરિંગ ડ્રીલ જોઇ અને દળોને એલર્ટ રહેવા આદેશ કર્યો


સિઓલ, તા. 5 મે, 2019, રવિવાર

ઉત્તર કોરિયાના માધ્યમોમાં આજે આખો દિવસ પ્રમુખ કિમ જંગ ઊને લાંબા અંતરની છોડેલી મિસાઇલો અને ફાયરિંગ ડ્રિલને જ નિહાળી હતી. જો કે દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના આ હરકત પ્રત્યે અણગમો  વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે બંને કોરિયા વચ્ચે કોઇપણ પ્રકારની પ્રતિકૂળ પ્રવૃત્તિ નહીં કરવાના કરારનો ભંગ છે.

પ્યોંગયોગની સત્તાવાર સમાચાર સંસ્થાએ કહ્યું હતું કે મિસાઇલ છોડવા અંગે કિમે સંતોષ વ્યક્ત કરી તેની ભરપુર પ્રશંસા કરી હતી.  તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે  તેમની અગ્ર હરોળની ટુકડીઓએ હમંશા એલર્ટ રહેવું પડશે અને દેશની આર્થિક આત્મનિર્ભરતા તેમજ રાજકીય સાર્વભૌમત્વની રક્ષા કરવી જ પડશે.

મિસાઇલ લોંચિંગને વોશિંગ્ટન દ્વારા રોકી દેવામાં આવેલી શાંતિ પ્રક્રિયાનો પ્રત્યાઘાત માનવામાં આવે છે. તેમજ ઉત્તર કોરિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લેવા દબાણની પ્રવૃત્તિ મનાય છે.

તેમણે બંને દેશો વચ્ચેનાબગડેલા નાજુક સબંધને પણ ઉજાગર કર્યા હતા જેમાં સેના કરાર મુજબ પ્રતિકૂળ પ્રવૃત્તિ નહીં કરવાના કરારનો કરાયો હતો.  

દક્ષિણ કોરિયાએ કહ્યું હતું કે ઉત્તર કોરિયા એ કરેલી હરકતથી તેઓ ચિંતિંત છે, જો એમ જ ચાલશે તો બંને કોરિયા વચ્ચેની દુશ્મનાવટ વધશે એવી પણ શક્યતા છે. સિઓલમાં યોજાયેલી ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં ઉત્તર કોરિયાને આવા પ્રયોગો નહીં કરવા વિનંતી કરવા ઠરાવ કરવામાં આવયો હતો.

ઉપરાંત એવી કોઇપણ પ્રવૃત્તિ નહીં કરવા પણ વિનંતી કરવામાં આવી હતી કે જેના કારણે બંને કોરિયા વચ્ચેના સબંધોમાં ખટાશ આવે અથવા તો સૈનિક કાર્યવાહી કરવી પડે.દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફે પહેલા એમ કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ વોનસનના કિનારાના શહેરમાંથી ઉત્તર કોરિયાએ એક મિસાઇલ છોડી હતી, જો કે ત્યાર પછીના નિવેદનમાં કહેવામાં આવ્યું હતુ ંકે અનેક મિસાઇલ છોડવામાં આવી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H36Em3
via Latest Gujarati News

Post a Comment

0 Comments