(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.6 મે 2019, સોમવાર

દેશની સાગરી સીમાની હિફાઝત કરતા ભારતીય નૌકાદળ માટે મુંબઇમાં આઠ યુદ્ધ જહાજો અને પાંચ સબમરીનોનું બાંધકામ જોરશોરથી આગળ વધી રહ્યું છે.

મુંબઇ સ્થિત મઝગાંવ ડોકમાં આ વોરશીપ્સ અને સબમરીનોનું બાંધકામ થઇ રહ્યું છે. ભારતીય નૌકાદળની તમામ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ મઝગાંવ ડૉકમાં બાંધવામાં આવેલી વિનાશિકા 'ઇમ્ફાલ'ને હજી ગઇ ૨૦મી એપ્રિલે જ તરતી મૂકવામાં આવી હતી. ત્યારે બાદ આજે સ્કોર્પિત ક્લાસની સબમરીન આઇએનએસ 'વેલા'ને  તરતી મૂકવામાં આવી તેને મઝગાંવ ડૉકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાકેશ આનંદે એક સીમાચિહ્ન રૂપ ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે યુદ્ધ-જહાજોનું સ્વદેશમાં જ નિર્માણ કરવાની દિશામાં આગેકૂચ જારી રાખવામાં આવી છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Lr62uq
via Latest Gujarati News