
મુંબઇ, તા. 6 મે 2019, સોમવાર
જો બધુ રાજ્ય સરકારની ગણતરી પ્રમાણે પાર પડે તો ટુંક સમયમાં એર ઇન્ડિયાનું નરીમાન પોઇન્ટ સ્થિત સીમાચિહ્ન મનાતી ઇમારતની માલિકી મહારાષ્ટ્ર સરકાર પાસે આપશે.નેશનલ કેરીયર એર ઇન્ડિયાનું વડુ મથક એક સમયે આ ઇમારતમાં હતું. પરંતુ ભારે નાણાકીય ખોટને પગલે ગયા વરસે આ ઇમારત વેચાણાર્થે મૂકી હતી. મહારાષ્ટ્ર સરકારે આ માટે ૧૪૦૦ કરોડ ચૂકવવાની તૈયારી દાખવી છે.
જો કે ઇમારતની રીઝર્વ પ્રાઇસ કરતા આ રકમ ૨૦૦ કરોડ ઓછી છે. રાજ્ય સરકારની માલિકીના એકમ જવાહરલાલ નેહરુ પોર્ટ (જેએનપીટી) અને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઇસી)એ પણ અનુક્રમે ૧,૩૭૫ અને ૧,૨૦૦ કરોડની બોલી લગાવી છે. પહેલી મેના રોજ મંત્રાલયમાં સિવિલ એવિએશન સેક્રેટરી તથા એર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સમક્ષ રાજ્યના ચીફ સેક્રેટરીએ આ ઓફર મૂકી હતી. હાલમાં આ ઇમારતના ઘણા માળ ભાડે અપાયેલા છે અને રાજ્ય સરકાર ઇચ્છે છે કે કબજો મળે પહેલા ભાડુઆતો જગ્યા ખાલી કરી નાખે. શહેરભરમાં ફેલાયેલા રાજ્ય સરકારના વિવિધ કાર્યાલયો મહારાષ્ટ્ર શાસન એર ઇન્ડિયા બિલ્ડિંગમાં ખસેડવા ઇચ્છે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VGzsJd
via Latest Gujarati News
0 Comments