અમિતાભ બચ્ચનનું સ્વાસ્થ્ય ઠીક ન હોવાથી પોતાના ચાહકોને ગયા રવિવારે મળી ન શક્યા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 6 મે 2019, સોમવાર

૭૬ વર્ષીય અમિતાભ બચ્ચન મુંબઇમાં હોય છે ત્યારે તે પોતાના ચાહકોને એક ઝલક દાખવવા જલસા બંગલા બહાર મળે છે. ગયા રવિવારે તેમણે એક ટ્વિટ કર્યું હતુ ંકે, તેમની તબિયત સારી ન હોવાથી તેઓ આ વખતે પોતાના ચાહકોને મળી શકશે નહીં. પરિણામે તેમના ફોલોઅર્સ ચિંતામાં પડી ગયા હતા. સતત તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા હતા. ચાહકોની આ લાગણી જોઇને અમિતાભે ફરી એક ટ્વિટ કર્યું હતું.

'' હું જાણતો નહોતો કે, મુંબઇમાં હોવા છતાં રવિવારે હું તમને જલસાના દ્વાર પર ન મળી શકવાની વાતથી મારા ચાહકો ચિંતાતુર થઇ જશે. આ તો એક મોટા સમાચાર થઇ ગયા. તમને બધાને મારો અપાર સ્નેહ, મારો આદર અને સમ્માન,'' અમિતાભ બચ્ચનને ટ્વિટ કર્યું હતું. 

અમિતાભ છેલ્લા ૩૦ વરસથી  મુંબઇમાં હોય છે ત્યારે પોતાના જલસા બંગલાના દરવાજા પાસે ઊભા રહે છે. તેમને જોવા એકઠી થયેલી મેદનીને તેઓ હાથ હલાવીને 'હાય' કરે છે. આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે, તેઓ મુંબઇમાં હતા અને તેમના ચાહકોને રૂબરૂ ન થઈ શક્યા.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H58iU7
via Latest Gujarati News

Post a Comment

0 Comments