નેવીના અધિકારી સાથે 'લકી ડ્રો'ને નામે 11 લાખ રૂપિયાની છેતરપિંડી


મુંબઇ, તા. 6 મે 2019, સોમવાર

૨૭ વર્ષનો એક નેવીનો અધિકારી સાઇબર ફ્રોડનો ભોગ બન્યો હતો. ગઠીયાઓએ તેમને 'લકી ડ્રો'માં મોટું ઇનામ લાગ્યું હોવાનું તૂત ચલાવી આ રકમ મેળવવા પ્રોસેસિંગ ફીના રૂપે ઉક્ત રકમ પડાવી હતી.

ફરિયાદી જયગીત જયસ્વાલ (૨૭) નેવીનો અધિકારી છે અને નેવી નગરમાં રહે છે. તેના લગ્નની તૈયારી ચાલી રહી હતી તે દરમિયાન તેને અજાણ્યો ફોન આવ્યો હતો અને તેણે ઓનલાઇન ખરીદી કરી હોઇ તેને 'લકી ડ્રો'માં ૧૨.૬૦ લાખ રૂપિયાની રકમ લાગી હોવાનું જણાવ્યું.

ઇનામની આ રકમ મેળવવા જયસ્વાલને સમયે-સમયે એકયા બીજા કારણસર પૈસા જમા કરાવવાનું જણાવવામાં આવતું. આ રકમ 'પ્રોસેસીંગ ફી' હોવાનું કહી ગઠીયાઓએ ૧૧ લાખ રૂપિયા પડાવ્યા હતા. જયસ્વાલને પોતે છેતરાઇ રહ્યો હોવાનું જણાતા પૈસા જમા કરાવવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ આરોપીએ તમામ સંપર્ક કાપી નાખ્યા હતા. અંતે તેણે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VQuzgG
via Latest Gujarati News

Post a Comment

0 Comments