લાતુરમાં જાનૈયાઓનો ટેમ્પો અને ટ્રક ટકરાતા એક જ પરિવારના સાત જણ મોતને ભેટયા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 6 મે 2019, સોમવાર

લગ્નમાંથી પાછા આવી રહેલા જાનૈયાઓનો  ટેમ્પો અને ટ્રકની અથડામણથી થયેલા ભીષણ અકસ્માતમાં લાતુરમાં એક જ કુટુંબના સાત જણ મોતને ભેટયા હતા. જેને લીધે લગ્નની ખુશી પર શોકની છાયા ફરી વળી હતી. આ દુર્ઘટનામાં ચાર જણ જખમી થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત વખતે ટેમ્પોમાંથી બહાર ફેકાઇ જતા એક વર્ષીય બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ હાથધરી છે.

ધામણગામમાં રહેતો સોનકાંબળે પરિવાર અહમદપૂર તાલુકાના વિળેગામમાં લગ્નમાં ગયો હતો. તેઓ લગ્નમાંથી ટેમ્પોમાં ઘરે પાછા આવી રહ્યા હતા. પણ લાતુરમાં ચેરાપાટી નજીક રાતે નવ વાગ્યે ટ્રક અને સામેથી આવતા ટેમ્પોની જોરદાર અથડામણ થઇ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ જ્ઞાાનોબા સોનકાંબળે (ઉં.વ.૪૦), અરવિંદ સોનકાંબળે (ઉં.વ.૩૦), પુષ્પા સોન કાંબળે (ઉં.વ.૪૫), કાંતાબાઇ સોનકાંબળે (ઉં.વ.૫૫) છ વર્ષીય છકુલી સોનકાંબળેનું મોત નિપજ્યું હતું. 

જ્યારે પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત છ જણનવે સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. બીજી તરફ એક વર્ષીય પ્રાચી જીપમાંથી બહાર ફેંકાઇ ગઇ હતી. આમ તેનો જીવ બચી ગયો હતો. જળકોટ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સોંઢારેએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં પાંચ જણના જગ્યા પર અને બે જણના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. રેતી ભરેલા ટ્રક સાથે ટેમ્પોની અથડામણ થયા બાદ ડ્રાઇવર નાસી ગયો હતો. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LrO636
via Latest Gujarati News

Post a Comment

0 Comments