
નવી દિલ્હી, તા. 11 મે 2019, શનિવાર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના શાહપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના પરિવાર પર કરવામાં આવેલા પ્રહારોનો જવાબ આપતા કહ્યું કે, વડાપ્રધાન મને ભલે ગમે તેટલી નફરત કરે, હું તો તેમને ગળે જ લગાવીશ. મોદીને નફરતથી નહી પ્રેમથી હરાવી શકાશે.
દેવાસ લોકસભા સીટના શાહપુર પોતાની પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરવા પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું કે, હું નરેન્દ્ર મોદીને નફરત નથી કરતો, વડાપ્રધાન મોદીએ જે બોલવું હોય તે બોલે, નફરતને નફરત કાપી શકે નહી. નફરત સાથે નરેન્દ્ર મોદીને હરાવી શકાશે નહી, નરેન્દ્ર મોદીને માત્ર પ્રેમથી હરાવી શકાશે.
મધ્યપ્રદેશમાં ખેડુતોના દેવા માફીને લઇને રાહુલ ગાંધીએ શિવરાજસિંહ ચૌહાણ પર પ્રહાર કરતા કહ્યું કે, રાજ્યમાં માત્ર ખેડુતોનું જ દેવું માફ નથી થયું પરંતુ શિવરાજસિંહ ચૌહાણના ભાઇ અને પરિવારના સભ્યોનું દેવું પણ માફ થયું છે. તેના કાગળ પણ સામે આવી ગયા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓના દિલમાં નફરત નથી, ભાજપ-આરએસએસના લોકો અને નરેન્દ્ર મોદીના દિલમાં નફરત છે. અમારું કામ તે નફરતને મિટાવવાનું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WF4HSa
via Latest Gujarati News
0 Comments