અજય દેવગણને કેન્સરથી પીડાતા તેના ચાહકે તમાકુ ઉત્પાદનોની વિજ્ઞાાપન ન કરવાની વિનંતી કરી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 15 મે 2019, બુધવાર

કેન્સરથી પીડાતા અજય દેવગણના એક ચાહકે  તેને તમાકુને લગતી વિજ્ઞાાપનો ન કરવાની વિનંતી કરી હતી. આ સંદર્ભમાં અભિનેતાએ મંગળવારે  સ્પષ્ટતા કરી હતી. 

૪૦ વરસનો રાજસ્થાયનનો રહેવાસી નાનકરામ  કેન્સરનો ભોગ બન્યો છે. તેણે અજય દેવગણને તમાકુને લગતી વિજ્ઞાાપનો ન કરવાની વિનંતી જાહેરમાં કરી છે. દરદીના સંબંધીઓએ જણાવ્યું હતુ ંકે, તે અજય દેવગણનો ફેન છે. એટલું જ નહીં અજય જે પ્રોડકટનું વિજ્ઞાાપન કરે છે તેનું સેવન પણ કરતો હતો. પરંતુ હવે એ વ્યક્તિને ભાન થયું છે કે, તમાકુના સેવનથી તેને કેન્સર થયું છે તેથી તેણે અજય દેવગણને આ પ્રોડકટની વિજ્ઞાાપન બંધ કરવાની વિનંતી કરી છે. 

અજયે પીટીઆઇને જણાવ્યું હતું કે, '' તે તેના ચાહકના સંપર્કમાં છે. તેમજ તમાકુને લગતા પ્રોડકટનું વિજ્ઞાાપન પણ કરતો નથી. હું મારા વિજ્ઞાાપનના કરાર વખતે તમાકુને પ્રમોટ નહીં કરું તેના પર ભાર મુકુ છું. મારી આ વિજ્ઞાાપનનું પ્રોડક્ટ  ધરાવે છે. અને મારા કરાર પ્રમાણે એ તમાકુ રહિત છે. તેમ છતાં પણ કંપની  બીજું કાંઇ વેંચતી હશે, તો હું આ બાબતે હું શુ ંકરી શકું તે જાણતો નથી.''

શક્ય હોય ત્યાં સુધી હું રૂપેરી પડદે પણ સિગારેટ પીતા પાત્ર ભજવતો નથી. પરંતુ જો હું ડોન જેવી વ્યક્તિનો રોલ કરતો હોઉં તો મારે સિગારેટ પીવી પડે છે, તેમ અજયે વધુમાં જણાવ્યું હતું. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WMCqc8
via Latest Gujarati News

Post a Comment

0 Comments