દિલ્હી, તા. 29 મે 2019, બુધવાર
આવતીકાલે સાંજે સાત વાગ્યે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરશે તેની સાથે કેટલાક મંત્રીઓને પણ શપથ લેવડાવવામાં આવશે. જેમાં સૌની નજર ગુજરાત પર છે એટલે કે ગુજરાતમાંથી કેટલા સાંસદોને મંત્રી બનાવવામાં આવે છે તે જોવાનું રસપ્રદ બનશે.
ગત સરકારમાં ગુજરાતમાંથી કુલ ચાર સાંસદોને મંત્રીપદ અપાયુ હતું. જેમાં પરસોતમરૂપાલા તથા મનસુખ માંડવીયા અને હરિભાઈ ચૌધરી તથા જશવંતસિંહ ભાભોરનો સમાવેશ થાય છે. આ વખતે હરિભાઈને ટિકિટ મળી નથી. બીજી બાજુ રાજ્યસભામાંથી ચૂંટાઈને સંસદમાં પહોંચેલા રૂપાલા તથા માંડવીયાએ બંનેમાંથી માંડવીયાની બાદબાકી થઇ શકે છે.
રૂપાલા મોદી અને શાહના નજીક હોવાથી તેમને જાળવી રખાશે. આ જ રીતે જશવંતસિંહ ભાભોર સામે પણ કોઈ ફરિયાદ નથી. તેઓ પણ મોદીની નજીક ગણાય છે આથી તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન અપાશે. બાકીના બે સાંસદોને મંત્રી બનાવાશે. જેમાં અમિત શાહનું નામ નિશ્ચિત છે.
મંત્રી પદે ચોથા નામ માટે ભારે હરીફાઈ છે. જેમાં દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રમાંથી કોઈને સ્થાન મળે એવી શક્યતા છે. જેમાં સી.આર.પાટીલ મનસુખ વસાવા અને પુનમ માડમ તેમજ મોહન કુંડારીયાનો સમાવેશ થાય છે. મોદી મંત્રીમંડળમાં સ્થાન અપાશે તે અંગે આ બધા નામોની ચર્ચા થઇ રહી છે. હજુ સુધી એક પણ સાંસદ બોલવા માટે તૈયાર નથી કે તેઓને મંત્રીપદ માટેનું નિમંત્રણ મળ્યું છે.
આવતીકાલે સાંજે જ સ્થિતિ સ્પષ્ટ થશે. જોકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને કેબિનેટ મંત્રીનો દરજજો અપાશે. એ બાબત નિશ્ચિત ગણાય છે તેઓને ગૃહ ડિપાર્ટમેન્ટ અથવા ડિફેન્સનો હવાલો સોપવામાં આવે તેવી પુરી શક્યતાઓ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I3fi2X
via Latest Gujarati News
0 Comments