મુંબઈ, તા. 30 મે, 2019, ગુરૂવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે હવામાન મિશ્ર હતું. સોનાના ભાવ વધ્યા ભાવથી નીચા આવ્યા હતા જ્યારે ચાંદીના ભાવ વધી આવ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ ઉંચા ગયા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના ભાવ નરમ બોલાયા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યાના સમાચાર હતા.
વિશ્વ બજારમાં વિવિધ કરન્સીઓની બાસ્કેટ સામે ડોલરનો ઈન્ડેક્સ વધી પાંચ મહિનાની ટોચે પહોંચ્યાના સમાચાર હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૬૯.૮૩ વાળા ૬૯.૭૧ ખુલી ઉંચામાં ૬૯.૯૪ થઈ છેલ્લે બંધ ૬૯.૮૭ હતા. ડોલરના ભાવ ચાર પૈસા વધ્યા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવુ ૩ પૈસા ઘટી ૮૮.૨૪થી ૮૮.૨૫ તથા યુરોના ભાવ ૮ પૈસા ઘટી ૭૭.૮૨થી ૭૭.૮૩ હતા.
વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચો જતાં સોનામાં ફંડવાળા વેચવા આવ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ઘટી નીચામાં ૧૨૭૫.૪૦ ડોલર થઈ સાંજે ભાવ ૧૨૮૦.૭૦ થી ૧૨૮૦.૮૦ ડોલર બોલાયા હતા. મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૭૯૮ વાળા રૂ.૩૧૬૩૪ ખુલી રૂ.૩૧૬૭૩ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ ૩૧૯૨૬ વાળા રૂ.૩૧૭૬૧ થઈ રૂ.૩૧૮૦૦ બંધ રહ્યા હતા. જીએસટી સાથેના ભવા આ ભાવથી આશરે ૩ ટકા ઉંચા રહ્યા હતા.
મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર ૯૯૯ના રૂ.૩૬૦૨૫ વાલા ૩૬૦૩૫ ખુલી રૂ.૩૬૧૩૦ બંધ રહ્યા પચી લસાંજે ભાવ ૩૬૨૫૦થી ૩૬૩૦૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ૧૨૫૦થી ૧૩૦૦ ઉંચા બોલાયા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ વધી ઔંશના ૧૪.૫૦ ડોલર થઈ સાંજે ભાવ ૧૪.૪૬થી ૧૪.૪૭ ડોલર હતા.
અમેરિકાના શેરબજારો બુધવારે રા૬ે ઘટી બાર સપ્તાહના તળિયે જતા રહ્યા હતા તે આજે વધી આવતાં તેની પાછળ સોનાના વૈશ્વિક ભાવ દબાણ હેઠળ આવ્યાની ચર્ચા હતી. દરમિયાન ક્રૂડતેલના ભાવ પણ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૮.૨૦થી ૬૮.૨૫ ડોલર થયા હતા તે ઉંચામાં ૬૯.૪૦થી ૬૯.૪૫ ડોલર થઈ સાંજે ભાવ ૬૯.૯૫ ડોલર હતા.
ન્યુયોર્કના ભાવ વધી ૫૮.૮૫થી ૫૮.૯૦ ડોલર થયા પછી આજે સાંજે ભાવ ૫૮.૮૨ ડોલર હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક અપેક્ષાથી વધુ ઘટયાના સમાચાર હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૫૩ લાખ બેરલ્સ ઘટયાના સમાચાર હતા. આ આંકડા અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે બહાર પાડયા હતા.
દરમિયાન, અમેરિકા અને ચીન વચ્ચે મતભેદો ઊભા થયા પછી હવે અમેરિકા અને યુરોપ વચ્ચે પણ તણાવ વધ્યાના સમાચાર મળ્યા છે. ે ઈરાનના મામલે યુરોપનું વલણ કુણું રહેતાં અમેરિકાના પ્રમુખ યુરોપ સામે નારાજ થયા છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ml9qaV
via Latest Gujarati News
0 Comments