વિવિધ તેલ તથા બિંયા બજારમાં વાયદા ઝડપથી ઉછળ્યા: ચીને અમેરિકામાંથી નવી ખરીદીને બ્રેક લગાવી

મુંબઈ, તા. 30  મે, 2019, ગુરૂવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલમાં મથકો પાછળ ભાવમાં ધીમો ઘટાડો આગળ વધ્યો હતો. જોકે વિવિધ આયાતી  કાદ્યતેલોના ભાવ વધ્યા મથાળે મક્કમ હતા.  પામતેલમાં પાછલા બે દિવસમાં માગ સારી રહેતાં નોંધપાત્ર વેપારો થયા પછી આજે  નવા વેપારો  પાંખા રહ્યા હતા.  વિશ્વ બજારમાં મલેશિયામાં પામતેલ વાયદાના ભાવ ઘટી છેલ્લે ૨૪, ૨૧, ૨૨ તથા ૨૩ પોઈન્ટ માઈનસમાં બંધ રહ્યાના સમાચાર હતા જ્યારે ત્યાં  પામ પ્રોડકટના ભાવ શાંત  હતા.  અમેરિકામાં શિકાગો  સોયાતેલ વાયદો  ઓવરનાઈટ  ૪૦થી ૪૪ પોઈન્ટ વધ્યા પછી  આજે પ્રોજેકશનમાં ભાવ સાંજે ૪થી ૫  પોઈન્ટ પલ્સમાં  રહ્યા હતા.   

ઓવરનાઈટ સમાચારમાં  સોયાબીનનો વાયદો ૧૪૬થી ૧૬૦ પોઈન્ટ ઉછળ્યો હતો જ્યારે  સોયાખોળનો વાયદો  ૬૨ પોઈન્ટ પ્લસમાં રહ્યાના વાવડ હતા.દરમિયાન મુંબઈ હાજર બજારમાં  આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૦૨૫ વાળા રૂ.૧૦૨૦  હતા. રાજકોચ બાજુ ભાવ રૂ.૯૭૫થી ૧૦૦૦ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૫૮૦થી ૧૬૦૦ રહ્યા હતા. કોટન વોશ્ડના ભાવ રૂ.૭૧૮થી ૭૨૦ જ્યારે મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ.૭૫૮ વાળા ૭૬૦ બોલાયા હતા.

મુંબઈ બજારમાં આજે  પામતેલના ભાવ હવાલા રિસેલના રૂ.૫૯૮ તથા જેએનપીટીના  રૂ.૫૯૩ વાળા રૂ.૫૯૧  હતા.  નવા વેપારો  પાંખા હતા.  ક્રૂડ પામ ઓઈલ  સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૧૫ વાળા ઉછળી રૂ.૫૨૨ રહ્યા હતા.  દરમિયાન, વાયદા બજારમાં  આજે  સાંજે સીપીઓ જૂનના ભાવ ૫૨૨.૩૦ હતા જ્યારે સોયાતેલ જૂનના ભાવ રૂ.૭૫૬.૨૦ બોલાયા હતા.  એરંડા વાયદાના ભાવ સાંજે  જૂનના રૂ.૧૨૪ વધી રૂ.૫૭૪૨  રહ્યાના વાવડ હતા. 

મુંબઈ હાજર બજારમાં આજે દિવેલના ભાવ રૂ.૨૦ ઉછળી  કોમર્શિયલના  રૂ.૧૧૭૫,  એફએસજીના રૂ.૧૧૮૫  તથા એફએસજી કંડલાના ભાવ રૂ.૧૧૬૫ બોલાયા હતા. એરંડા હાજરના ભાવ  રૂ.૫૬૨૫ વાળા ૫૭૨૫ હતા.   સોયાતેલના ભાવ ડિગમના વધી રૂ.૭૨૨ જ્યારે  રિફા.ના રૂ.૭૭૫ હતા. મસ્ટર્ડના ભાવ  વધી રૂ.૭૮૫ હતા જ્યારે  કોપરેલના ભાવ  રૂ.૧૧૮૦ રહ્યા હતા. 

દરમિયાન રાયડો તેલ તથા સરસવ-મસ્ટર્ડ તેલની નિકાસ  બલ્ક સ્વરૂપમાં  કરવાની છૂટ આપવાની આગલી સરકાર સમક્ષ કરવામાં આવ્યાના સમાચાર હતા. ધી સોલવન્ટ એક્સટ્રેકટર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા દ્વારા આવી માગણી દિલ્હીમાં કરવામાં આવી છે. આ વર્ષે દેશમાં મસ્ટર્ડનો પાકગ વિપુલ થવાની શક્યતા છે.  રાયડાનો પાક આશરે ૮૫ લાખ ટન આવવાની આશા છે.

  મસ્ટર્ડ સીડના   ભવા મથકોએ ટેકાના ભાવથી  નીચા બોલાતા થયા છે. આ વર્ષે પાક ૮ વર્ષની નવી ઉંચી ટોચે આવવાની શક્યતા  છે. મસ્ટર્ડ  ઓઈલની બલ્કમાં  નિકાસ કરવાની છૂટ અપાસે તો ભારતમાં  આવા માલોમાં  અમેરિકા,  બ્રિટન, નેપાળ, કેનેડા, ભુતાન, યુનાઈટેડ આરબ અમીરાત વિ.ની માગ વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન વિશ્વ બજારમાંથી મળતા  સમાચાર મુજબ યુરોપના દેશોએ બાયોફયુઅલમાં  પામતેલનો  વપરાશ ઘટાડવા યોજના  બનાવી છે  પરંતુ  આ યોજનાનો પોલેન્ડ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.  ચીન તથા અમેરિકા વચ્ચે ટ્રેડવોર ફરી શરૂ થતા અને અમેરિકા ખાતેથી  સોયાબીનની નવી ખરીદી પર  હાલ તુરત બ્રેક લગાવી હોવાના  નિર્દેશો મળ્યા હતા.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HKvqHQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments