(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 30 મે, 2019, ગુરૂવાર
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ-એનડીએના લોકસભામાં ભવ્ય વિજય થયા બાદ આજે-ગુરૂવારે સાંજે મોદી સરકારના યોજાયેલા ભવ્ય શપથવિધિ સમારંભ પૂર્વે નાણા પ્રધાન તરીકે અરૂણ જેટલીના સ્થાને કોને જવાબદારી સોંપવામાં આવશે એની અટકળો અને કેબિનેટમાં કોનો કોનો સમાવેશ હશે એના પર નજર વચ્ચે ભારતીય શેર બજારોમાં ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ(એફ એન્ડ ઓ)માં મે વલણનો અંત ફરી વિક્રમી નવી ઊંચાઈ સાથે થયો હતો. કેન્દ્રમાં ફરી સ્પષ્ટ બહુમત સાથે સ્થિર સરકાર રચાવા જઈ રહી હોઈ આ સરકાર દ્વારા આર્થિક વિકાસને વેગ આપવા હવેના પાંચ વર્ષમાં અનેક પ્રોજેકટો હાથ ધરાવશે અને આર્થિક વૃદ્વિને ફરી ઝડપી બનાવાશે એવી મોટી અપેક્ષા-આશાએ ફંડોએ ગઈકાલે ટૂંકા વિરામ બાદ ફંડો, મહારથીઓએ શેરોમાં ફરી આક્રમક લેવાલી કરીને ઈન્ડેક્સને નવી વિક્રમી ઊંચાઈએ બંધ મૂકી દીધા હતા. સ્થાનિક પોઝિટીવ પરિબળો સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ ફરી તૂટી જઈને બ્રેન્ટ ક્રુડ ૬૮ ડોલર નજીક આવી જતાં અને રૂપિયા સામે અમેરિકી ડોલર ખાસ મજબૂત નહીં બનીને આજે ચાર પૈસા વધીને રૂ.૬૯.૮૭ રહ્યો હતો. ફંડોની આજે બેંકિંગ-ફાઈનાન્સ, ઓઈલ-ગેસ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, એફએમસીજી, પાવર શેરોમાં લેવાલીએ સેન્સેક્સ ફરી ૪૦૦૦૦ તરફ કૂચ કરીને અંતે ૩૨૯.૯૨ પોઈન્ટ વધીને ૩૯૮૩૧.૯૭ની નવી વિક્રમી ઊંચાઈએ અને નિફટી સ્પોટ ૮૪.૮૦ પોઈન્ટની છલાંગે ૧૧૯૪૫.૯૦ની નવી રેકોર્ડ ઊંચાઈએ બંધ રહ્યા હતા. ફોરેન ફંડોની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૧૬૬૫ કરોડ અને ફયુચર્સમાં રૂ.૩૩૪૬ કરોડની જંગી ચોખ્ખી ખરીદી મળીને કુલ રૂ.૫૦૧૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.
સેન્સેક્સની ૪૦,૦૦૦ તરફ કૂચ : આઈટી, બેંકિંગ, ઓઈલ શેરોમાં તેજીએ ૩૩૦ ઉછળીને ૩૯૮૩૨ નવા શિખરે બંધ
ટ્રેડીંગની શરૂઆત આજે સાવચેતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૯૫૦૨.૦૫ સામે પ્રિ-ઓપનીંગ સેશનમાં ૩૯૫૦૦.૫૬ થઈ ૩૯૫૮૦.૨૮ મથાળે ખુલીને આરંભથી જ મજબૂતીમાં ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં બજાજ ફાઈનાન્સ, યશ બેંક, એચડીએફસી લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક સહિતમાં ફંડો લેવાલ રહેતાં અને પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં એનટીપીસી, લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ કોર્પોરેશન સહિતમાં આકર્ષણે અને આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ટીસીએસ, ઈન્ફોસીસમાં તેજી થતાં અને ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, એશીયન પેઈન્ટસ, બજાજ ઓટો, હિન્દુસ્તાન યુનિલિવરમાં મજબૂતીએ એક તબક્કે વધીને ૩૯૯૧૧.૯૨ સુધી પહોંચી અંતે ૩૨૯.૯૨ પોઈન્ટ વધીને ૩૯૮૩૧.૯૭ની નવી રેકોર્ડ ઊંચાઈએ બંધ રહ્યો હતો.
નિફટી ફરી ૧૨,૦૦૦ કુદાવવાની તૈયારીમાં : ૧૧૯૬૮ સુધી જઈ અંતે ૮૫ પોઈન્ટ વધીને ૧૧૯૪૬ની નવી ઊંચાઈએ બંધ
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૮૬૧.૧૦ સામે ૧૧૮૬૫.૩૦ મથાળે ખુલીને આરંભથી જ મજબૂતીમાં પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં એનટીપીસી, લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ કોર્પ તેમ જ ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં યશ બેંક, બજાજ ફાઈનાન્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ સહિતમાં ફંડો લેવાલ રહેતાં અને આઈટી શેરોમાં ટીસીએસ, ઈન્ફોસીસ, વિપ્રો સહિતમાં આકર્ષણે અને ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઈટન, એશીયન પેઈન્ટસ, ગેઈલ ઈન્ડિયા, બીપીસીએલ સહિતમાં તેજીએ એક તબક્કે વધીને ૧૧૯૬૮.૫૫ સુધી જઈ અંતે ૮૪.૮૦ પોઈન્ટ વધીને ૧૧૯૪૫.૯૦ની નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યો હતો.
નિફટી મે વલણનો રેકોર્ડ તેજીએ અંત : મે નિફટી ફયુચર વધીને ૧૧,૯૪૭ સેટલ : જૂન નિફટી ફયુચર વધીને ૧૨૦૦૧ સ્પર્શયો
ડેરીવેટીવ્ઝમાં મે વલણનો અંત આજે રેકોર્ડ તેજીએ થયો હતો. નિફટી મે ફયુચર ૧,૬૮,૪૧૩ કોન્ટ્રેકટસમાં રૂ.૧૫,૦૬૫.૧૫ કરોડના કામકાજે ૧૧,૮૬૨.૨૫ સામે ૧૧,૮૬૫ મથાળે ખુલીને નીચામાં ૧૧,૮૫૬.૯૦ થઈ વધીને ૧૧,૯૬૪.૯૦ સુધી જઈ અંતે ૧૧,૯૪૭.૫૦ સેટલ થયો હતો. નિફટી જૂન ફયુચર ૧,૪૩,૬૧૫ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૮૮૮.૮૧ કરોડના કામકાજે ૧૧,૮૯૫.૮૫ સામે ૧૧,૯૦૨ મથાળે ખુલીને નીચામાં ૧૧,૮૯૬.૧૦ થઈ વધીને ૧૨,૦૦૧.૯૦ સુધી પહોંચી અંતે ૧૧,૯૭૮ રહ્યો હતો. નિફટી ૬,જૂન ેએકસપાઈરીનો વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં નિફટી ૧૨,૦૦૦નો કોલ ૭૩,૬૩૨ કોન્ટ્રેકટસમાં રૂ.૬૬૬૦.૩૨ કરોડના કામકાજે ૪૬.૭૦ સામે ૪૮.૯૦ મથાળે ખુલીને નીચામાં ૩૯.૭૫ થઈ વધીને ૭૪.૩૫ સુધી પહોંચી અંતે ૩૩.૪૫ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો પુટ ૬૪,૯૪૨ કોન્ટ્રેકટસમાં રૂ.૫૭૬૫.૫૩ કરોડના કામકાજે ૬૫.૧૫ સામે ૭૮.૩૫ મથાળે ખુલીને નીચામાં ૨૮ સુધી આવી અંતે ૩૩.૪૫ રહ્યો હતો.
બેંક નિફટી જૂન ફયુચર વધીને ૩૧,૬૪૦ : નિફટી ૧૨૧૦૦નો કોલ ૨૫.૧૫ થી વધીને ૩૮.૪૦ થઈ અંતે ૨૯.૭૦
બેંક નિફટી મે ફયુચર ૧,૩૫,૩૪૬ કોન્ટ્રેકટસમાં રૂ.૮૫૨૩.૨૩ કરોડના કામકાજે ૩૧,૩૧૭.૨૫ સામે ૩૧,૨૮૦ મથાળે ખુલીને નીચામાં ૩૧,૨૫૦ થઈ વધીને ૩૧,૬૪૨ સુધી જઈ અંતે ૩૧,૫૩૬.૨૫ સેટલ થયો હતો. બેંક નિફટી જૂન ફયુચર ૮૬,૧૨૨ કોન્ટ્રેકટસમાં રૂ.૫૪૩૫.૭૨ કરોડના કામકાજે ૩૧,૩૮૫ સામે ૩૧,૩૫૫ મથાળે ખુલીને નીચામાં ૩૧,૩૩૪.૪૦ થઈ વધીને ૩૧,૬૯૬.૯૫ સુધી જઈ અંતે ૩૧,૬૪૦ રહ્યો હતો. નિફટી ૬,જૂન એક્સપાઈરીનો ૧૨,૧૦૦નો કોલ ૪૦,૭૩૨ કોન્ટ્રેકટસમાં રૂ.૩૭૦૫.૫૩ કરોડના કામકાજે ૨૫.૧૫ સામે ૨૩ મથાળે ખુલીને નીચામાં ૧૭.૪૦ થઈ વધીને ૩૮.૪૦ સુધી પહોંચી અંતે ૨૯.૭૦ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો પુટ ૪૬,૫૧૭ કોન્ટ્રેકટસમાં રૂ.૪૧૮૭.૯૯ કરોડના કામકાજે ૮૨.૨૦ સામે ૭૫ મથાળે ખુલીને નીચામાં ૭૩.૯૦ થઈ વધીને ૧૨૭.૭૫ સુધી જઈ અંતે ૧૧૪ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સતત તેજી : યશ બેંક, સ્ટેટ બેંક, એચડીએફસી, મેક્સ ઈન્ડિયા, એડલવેઈઝ, બજાજ ફાઈ. વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફરી ફંડોની વ્યાપક લેવાલી નીકળી હતી. યશ બેંક રૂ.૨.૮૫ વધીને રૂ.૧૫૪.૫૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૧૦ વધીને રૂ.૩૫૩.૬૫, કોટક બેંક રૂ.૧૮.૧૫ વધીને રૂ.૧૫૩૩.૫૦, એચડીએફસી બેંક રૂ.૨૩.૫૦ વધીને રૂ.૨૪૩૯.૨૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩.૫૫ વધીને રૂ.૪૨૬.૪૫, એક્સીસ બેંક રૂ.૩.૩૦ વધીને રૂ.૮૦૮.૧૦, મેક્સ ઈન્ડિયા રૂ.૩.૫૦ વધીને રૂ.૬૬.૮૫, એડલવેઈઝ રૂ.૮.૪૫ વધીને રૂ.૧૯૧.૪૦, મન્નપુરમ રૂ.૪.૭૦ વધીને રૂ.૧૩૬, રેપકો હોમ રૂ.૧૧.૫૫ વધીને રૂ.૪૧૫.૩૫, આઈડીબીઆઈ રૂ.૩૭.૯૫, ઈન્ડિયન બેંક રૂ.૬.૫૦ વધીને રૂ.૨૮૨.૨૦, બજાજ ફાઈનાન્સ રૂ.૭૦.૫૦ વધીને રૂ.૩૪૮૦.૭૫, મુથુટ ફાઈનાન્સ રૂ.૧૨.૫૫ વધીને રૂ.૬૪૧.૪૦, જે એન્ડ કે બેંક રૂ.૧.૧૫ વધીને રૂ.૫૯.૫૫, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૭.૯૦ વધીને રૂ.૪૨૪.૫૦, ચૌલા ફિન રૂ.૨૭.૮૫ વધીને રૂ.૧૫૦૫.૪૦, એચડીએફસી લાઈફ રૂ.૧૦.૬૦ વધીને રૂ.૪૩૫, એચડીએફસી લિમિટેડ રૂ.૩૮.૮૫ વધીને રૂ.૨૧૮૫.૬૫, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૧.૨૫ વધીને રૂ.૯૫.૧૦ રહ્યા હતા.
ક્રુડ ઓઈલ તૂટીને ૬૮ ડોલર નજીક થઈ મજબૂત : બીપીસીએલ, ગેઈલ, ઈન્દ્રપ્રસ્થ ગેસ, ગેઈલ, એચપીસીએલ, રિલાયન્સ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ગઈકાલે તૂટીને બ્રેન્ટ ક્રુડ ૬૮ ડોલર નજીક આવી ગયા બાદ આજે ફરી મજબૂત બનીને ૬૯ ડોલરની સપાટી કુદાવી જવા છતાં અને રૂપિયા સામે અમેરિકી ડોલરની મજબૂતી છતાં ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૭.૧૫ વધીને રૂ.૩૩૭, બીપીસીએલ રૂ.૮.૪૫ વધીને રૂ.૪૦૭.૫૦, ગેઈલ રૂ.૪.૯૦ વધીને રૂ.૩૫૯.૩૫, એચપીસીએલ રૂ.૪.૨૫ વધીને રૂ.૩૧૭.૬૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭.૩૫ વધીને રૂ.૧૩૩૦.૬૦, આઈઓસી રૂ.૨.૧૦ વધીને રૂ.૧૬૨.૬૦ રહ્યા હતા.
ડોલર ચાર પૈસા વધીને રૂ.૬૯.૮૭ : આઈટી શેરોમાં ફંડોની તેજી : ટીસીએસ, ઈન્ફોસીસ, એમ્ફેસીસ, વિપ્રો, એનઆઈઆઈટી વધ્યા
રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ચાર પૈસા વધીને રૂ.૬૯.૮૭ થઈ જવા સાથે આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની લેવાલી રહી હતી. એમ્ફેસીસ રૂ.૪૨.૩૫ વધીને રૂ.૧૦૦૨.૪૫, ટીસીએસ રૂ.૪૦.૧૫ વધીને રૂ.૨૧૪૫.૪૦, એનઆઈઆઈટી ટેકનોલોજી રૂ.૨૦.૩૦ વધીને રૂ.૧૩૦૫.૧૦, વિપ્રો રૂ.૨.૪૦ વધીને રૂ.૨૮૮.૩૦, ઈન્ફોસીસ રૂ.૫.૯૫ વધીને રૂ.૭૩૩.૩૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૬.૭૫ વધીને રૂ.૩૪૦૧.૫૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૭૧.૮૭ પોઈન્ટ વધીને ૧૫૬૨૩.૮૫ બંધ રહ્યો હતો.
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીની તેજી : સુઝલોન, અદાણી પાવર, સિમેન્સ, એનટીપીસી, ટોરન્ટ પાવર, ટાટા પાવર વધ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આજે પસંદગીની લેવાલી રહી હતી. સુઝલોન ૩૯ પૈસા વધીને રૂ.૫.૭૫, અદાણી પાવર રૂ.૩.૧૦ વધીને રૂ.૫૧.૫૦, સિમેન્સ રૂ.૪૬.૦૫ વધીને રૂ.૧૨૯૯.૨૫, એનટીપીસી રૂ.૪.૫૦ વધીને રૂ.૧૩૫.૩૫, ટોરન્ટ પાવર રૂ.૭.૧૦ વધીને રૂ.૨૫૦.૮૫, ટાટા પાવર રૂ.૧.૭૦ વધીને રૂ.૭૦.૩૦, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૫૧.૯૧ ટકા વધીને રૂ.૩૦૫૩.૯૬ કરોડ અને કુલ આવક ૧૮.૬૬ ટકા વધીને રૂ.૯૬૧૦.૨૪ કરોડ થતાં શેરમાં લેવાલીએ રૂ.૧૯૧.૧૫ રહ્યા હતા.
સુગર-એફએમસીજી શેરોમાં તેજી : ઉત્તમ સુગર, ધામપુર સુગર, ટાટા ગ્લોબલ, નેસ્લે ઈન્ડિયા, બજાજ કન્ઝયુમર વધ્યા
સુગર-એફએમસીજી શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. ઉત્તમ સુગર રૂ.૨.૯૦ વધીને રૂ.૧૩૨.૮૫, ધામપુર સુગર રૂ.૩.૦૫ વધીને રૂ.૨૨૮.૪૫, બજાજ કન્ઝયુમર રૂ.૪.૪૦ વધીને રૂ.૩૪૩.૯૦, ટાટા ગ્લોબલ બિવરેજીસ રૂ.૨.૫૦ વધીને રૂ.૨૩૬.૭૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૧૧૧.૫૫ વધીને રૂ.૧૧,૨૯૧.૧૦, બલરામપુર ચીની રૂ.૧૫૩.૨૦, ગ્લેક્સો કન્ઝયુમર રૂ.૩૩.૬૦ વધીને રૂ.૭૪૩૭.૯૫, અવધ સુગર રૂ.૩.૧૫ વધીને રૂ.૬૭૯.૭૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની તેજી છતાં માર્કેટબ્રેડથ નેગેટીવ : ૧૩૫૦ શેરો નેગેટીવ : ૧૭૨ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓની પસંદગીની લેવાલી રહ્યા છતાં અન્ય સંખ્યાબંધ શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરો વેચવાલ બનતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૫૦ અને વધનારની સંખ્યા ૧૨૧૦ રહી હતી. ૧૭૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
FIIની કેશમાં રૂ.૧૬૬૫ કરોડ, ફયુચર્સમાં રૂ.૩૩૪૬ કરોડની જંગી ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૧૨૨ કરોડની વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૧૬૬૪.૭૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૭૧૬૨.૧૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૪૯૭.૪૩ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈ-એફપીઆઈની આજે ફયુચર્સમાં કુલ રૂ.૩૩૪૬ કરોડની જંગી ચોખ્ખી ખરીદી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૨૩૨૧.૨૫ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૧૦૨૫ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૧૨૨.૬૦ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૧૪૫.૮૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૨૬૮.૪૩ કરોડની વેચવાલી થઈ હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Mtiuu6
via Latest Gujarati News
0 Comments