રણવીર સિંહ આગામી ફિલ્મ માટે ક્રિકેટર કપિલ દેવના ઘરે દસ દિવસ રહેવા જશે



મુંબઇ,તા. 7 મે 2019, મંગળવાર

રણવીર સિંહ પોતાની ફિલમો માટે  ગમે તે કરી છૂટવાની હિંમત રાખે છે. તે પોતાના બોરિયા-બિસ્તરા લઇને ક્યાંય પણ જવા તૈયાર હોય છે. પોતાની આગામી ફિલ્મ માટે રણવીર દીપિકાનું ઘર છોડી દેવાનો છે અને કપિલ દેવના ઘરે દસ દિવસ રહેવા જશે.

રણવીર સિંહની આગામી ફિલ્મ '૮૩' છે જેમાં તે કપિલ દેવનું પાત્ર ભજવીરહ્યો છે. '' અત્યાર સુધીમાં બોલીવૂડના જેટલા અભિનેતાઓએ બાયોપિક કરી છે, તેમણે આવો નિર્ણય લીધો નથી. પરંતુ રણવીર આમ કરવાનો છે.

રણવીર પોતાની આગામી ફિલ્મ '૮૩' માટે એક નવો ચીલો ચાતરી રહ્યો છે. તે દસ દિવસ સુધી કપિલ દેવના ઘરમાં જ રહેવાનો છે, અને કપિલ દેવને નજીકથી જાણવાની કોશિષ કરશે. રણવીર કપિલ દેવ સાથે રહેવા માટે ઉત્સાહિત છે, તેમ સૂત્રે જણાવ્યુ ંહતું. 

આ ફિલ્મ ક્રિકેટને તેમજ કપિલ દેવને લગતી હોવાથી દર્શકો અને સર્જકો ઉત્સાહિત છે. તેથી રણવીર પાત્રને યોગ્ય ન્યાય આપવાના પ્રયાસ કરી રહ્યો છે. તેણે અત્યારથી જ પોતાની દિલ્હીની ટ્રિપનું પ્લાનિંગ કરી લીધું છે. જેમાં તે કપિલ દેવ સાથે રહેવાનો છે.  તે કપિલને લગતી નાનામાં નાની વાત જાણવામાંગે છે. 

'' હું કપિલ સાથે રહેવા માટે ઉત્સાહિત છું. તે બહુ જ સારી વ્યક્તિ છે. ધરમશાલામાં હું તેની સાથે બે દિવસ રહ્યો હતો. હવે દિલ્હીમાં તેની સાથે થોડા વધુ દિવસો પસાર કરીશ, જે મને ખાતરી છે કે યાદગાર બનશે.આ મારા અને કપિલ સર બન્ને માટે નવી વાત છે,'' તેમ રણવીરે કહ્યુ હતું. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V7PgjB
via Latest Gujarati News

Post a Comment

0 Comments