સલમાન અને દીપિકા રૂપેરી પડદે સાથે દેખાય તેવી શક્યતા


મુંબઇ,તા. 7 મે 2019, મંગળવાર

સમલાન ખાન અને દીપિકા પદુકોણને રૂપેરી પડદે સાથે જોવા માટે દર્શકો આતુર છે. આ બન્ને સાથે કામ કરવાના છે એવી કેટલીય વાર અફવા ચગી છે. આ વખતે પણ સલમાન સાથે દીપિકા પદુકોણ ખરેખર આગામી ફિલ્મમાં જોવા મળશે તેવી ચર્ચા થઇ રહી છે. દિશા પટાણી આ ફિલ્મમા કામ કરવાની છે એવી વાત પણ હતી. પરંતુ અભિનેત્રીએ તેનો સંપર્ક આ ફિલ્મ માટે ન થયો હોવાનું કહ્યું હતું.

થોડા દિવસોથી બોલીવૂડમાં ચાલતી ગપસપને સાચી માનીએ તો સલમાન ખાનની ફિલ્મ 'કિક'ની સિકવલની તૈયારી થઇ રહી છે. મૂળ ફિલ્મમાં સલમાન સાથે જેકવેલિન ફર્નાન્ડિઝ હતી. પરંતુ હવે 'કિક ટુ'માં દીપિકા પદુકોણ  કામ કરશે કોશિષ થઈ  રહી છે. જો આમ થશે તો આ જોડી પ્રથમ વખત રૂપેરી પડદે સાથે દેખાશે. 

કહેવાય છે કે, દીપિકાના પાત્રને સલમાન ખાનની ફિલ્મોની હિરોઇનના હોય છે  તેવું દર્શાવાનું શક્ય નથી. પરંતુ દીપિકાનું પાત્ર પણ સલમાનના પાત્ર જેટલુ ંજપાવરફુલ હશે. સાજિદ નડિયાદવાળા દીપિકા આ ફિલ્મમાં કામ કરે તેવા પ્રયાસ કરી રહ્યા છે. 

મીડિયા રિપોર્ટસની માનીએ તો, 'કિક' ફિલ્મમાં પણ પ્રથમ પસંદગી દીપિકા પદુકોણ જ હતી. પરંતુ ત્યારે વાત બની નહીં, પરિણામે જેકવેલિનને લેવામાં આવી હતી. હવે ફિલ્મસર્જક ફરીથી દીપિકાના નામ પર વિચાર કરી રહ્યા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/3064Ksm
via Latest Gujarati News

Post a Comment

0 Comments