ડેક્કન ક્વીન સાથે 89 વર્ષથી દોડતો ડાઇનિંગ કોચ કાઢી નાખવા રેલવેની વિચારણા


મુંબઇ તા.07 મે 2019, મંગળવાર

ભારતીય રેલવે મુંબઇ-પુણે વચ્ચે દોડતી ડેક્કન ક્વીન એક્સપ્રેસ ટ્રેનના ડાઇનિંગ કોચ (ખાન પાન માટેના ડબા)ને કાઢી નાખે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ૮૯ વર્ષથી આ કોચ ડેક્કન ક્વીન સાથે જોડાયેલો છે. અને પ્રવાસીઓ માટે એક આકર્ષણરૂપ છે.

પુમે-મુંબઇ રૂટ પર ઉતારુઓની સંખ્યા વધતી જતી હોવાને કારણે રેલવેએ આ નિર્ણય કરવો પડે તેવી શક્યતા છે.

પુણેના ડિવિઝનલ રેલવે મેનેજર મિલિન્દ દેવસ્કરે જણાવ્યું હતું કે પુણે-મુંબઇના ૧૫૦ કિલોમીટરના રૂપ પર ઉતારુઓની સંખ્યામાં અસાધારણ વધારો થયો હોવાને કારણે અન્ય ટ્રેનોમાં ઉતારુઓની બારે ભીડ થતી હોય છે. ત્યારે અમારે ડેક્કનક્વીનમાં ખાન પાન સેવા માટે એક અલાયદો ડબો રાખવો પડે છે. ડાઇનિંગ કાર માટે એક અલાયદો ડબો ફાળવવો અમારે માટે મુશ્કેલ બન્યું છે.

આ કારણે ડાઇનિંગ કોચ કાઢી નાખવાની દરખાસ્ત છે અને આ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જમાવ્યું હતું કે આ સંદર્ભે આખરી નિર્ણય કરતા  પહેલા ડાઇનિંગ (કોચ કાઢી નાખવા)ની વ્યવસ્થા બંધ કરવાના તમામ પાસાં વિશે અમે ચર્ચા કરીશું.

ઉલ્લેખનીય છે કે ડેક્કન ક્વીન ડાઇનિંગ કાર ધરાવતી દેશની એક માત્ર પેસેન્જર ટ્રેન છે. ૧૯૩૦ની પહેલી જૂને આ ટ્રેન શરૂ કરાઇ તે બાદ તેમાં ડાઇનિંગ કારનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

નોંધપાત્ર બાબત એ છે કે ડેક્કન કવીનમાં રોજના એક હજાર ઉતારુઓ પ્રવાસ કરે છે આમાંના મોટા ભાગના રોજિંદી મુસાફરી કરતા  ધારાશાસ્ત્રીઓ, સરકારી કર્મચારીઓ અને બિઝનેસમેન છે જે રહે છે પુણેમાં અને કામકાજ મુંબઇમાં કરે છે. ડાઇનિંગ કાર પર આધાર રાખતા પ્રવાસીઓ આ સુવિધા નાબૂદ કરાતા અગવડ અનુભવશે તેમાં કોઇ બેમત નથી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H99epl
via Latest Gujarati News

Post a Comment

0 Comments