ઉનાળો શરૂ થઇ ગયો છે. આ સીઝનમાં ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. થોડી લાપરવાહી રાખશો તો ગંભીર બીમારીઓ થઇ શકે છે.
૧. ફૂડ પોઈઝનિંગ
ઉનાળામાં ખાણીપાણીનું ધ્યાન રાખવું જોઈએ. આ સીઝન વધારે તાપમાન વધવાને લીધે બેક્ટેરિયા ઝડપથી વધે છે. આ બેક્ટેરિયા ૫ ડિગ્રી સેલ્સિયસથી ૬૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઝડપથી વધવા લાગે છે. તેમજ વાસી ખોરાકમાં એક-બે કલાકમાં બેક્ટેરિયા ૨-૩ગણા વધી જાય છે. તેથી આ સીઝનમાં વાસી ખોરાક ના ખાવો જોઈએ.
૨. ખાવાનું હોય ત્યારે જ ખાઓ ફળ અને સલાડ
ડૉક્ટર્સની કહેવું છે કે ઉનાળામાં તમારે ૪-૫ કલાક પહેલા રાંધેલુ ના ખાવું જોઈએ. એ જ રીતે સલાડ અને ફળ પણ જ્યારે ખાવા હોય ત્યારે જ સમારવા જોઈએ. આને વાસી ખાવાથી પણ તબિયત બગડી શકે છે.
૩. ડેરી પ્રોડક્ટ
ઘણાં લોકો ઉનાળામાં પણ દૂધને ફ્રિઝમાં રાખીને ૨-૩ દિવસ સુધી વાપરે છે. જો તમે આવું કરતાં હોવ તો તેને એકવાર ઉકાળી લીધાં પછી જ વાપરો. જો પેકેટવાળું દૂધ વાપરતાં હોવ તો એક્સ્પાયરી ડેટ જોઈને જ વાપરવું.
૪. ડાયરિયા
ઉનાળામાં ડાયરિયા થવા સામાન્ય વાત છે. તેમાંય આ તકલીફ બાળકોને વધારે થાય છે કારણ કે તેમનું પાચનતંત્ર અને રોગપ્રતિકારક શક્તિ નબળી હોયછે. તેથી વાસી ખોરાક એમને વધારે નુકસાન પહોચાડી શકે છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E9h7Kv
via Latest Gujarati News
0 Comments