
મુંબઈ,તા. 19 મે 2019, રવિવાર
સુધારણા અને પુનર્વસનના સૂત્ર પર ચાલતા રાજ્યની જેલની ખેતીમાં આધુનિક યંત્ર જોડાતા ઉત્પાદન વધ્યું હોવાથી ગત મોસમમાં તેમણે રૂ.૧ કરોડ ૬૫ લાખ રૂપિયાનો નફો કર્યો છે અને ૪.૯૦ કરોડનું ઉત્પાદન મેળવ્યું છે.
રાજ્યની ૨૯ જેલોમાં કુલ ૨૨૧ હેકટર જમીન આવેલી છે. તેમાંથી ૬૨૨ હેકટર જમીનમાં ખેતી કરાયે છે. અને આ ખેતીંમાંથી મળતા વળતરમાંથી કેદીને દરરોજનો રોજગાર તેમજ તેમના ભોજન માટેના ફળ અને ભાજી પણ તેમાંથી જ લેવાતા હોય છે. આમાં ચોખા, ઘઉં, બાજરો, જુવાર વગેરે પાકનો સમાવેસ હોવાની માહિતી જેલના સૂત્રોએ આપી હતી.
અહીંની ખેતીમાંથી ૧૨૬ હેકટર જમીનમાં બાગાયતી ખેતી અને ૧૮૦ હેકટર જમીનનું વનીકરણ કરાયું હોવાથી તેમાં સાગ, બાંબૂ, આમલી, કેરી, વડ, પીપળો, જાંબુ, કરંજી વગેરે ઝાડ ઉગાડાયા છે અને ૨૧ હેકટર જમીન પડતર છે. ૨૦૧૮-૧૯ દરમ્યાન ખેતીના કામને લીધે ૮૧૦ પુરૂષ કેદી અને ૫૧ મહિલા કેદીને દરરોજનું કામ મળ્યું છે.
રાજ્યમાંના ૨૯ કારાગૃમાં ખેતીનું ઉત્પાદન વધારવા માટે ૨.૪૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે તો રૂ.૪.૯ કરોડના વકરમાંથી કારાગૃહ વિભાગે રૂ.૧.૬૫ કરોડનો નફો કર્યો છે. તેમાં પૈઠણની જેલ સૌથી વધુ વકરો કરી પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે વિલાપુર અને નાશિકરોડ જેલને અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમાંક મેળવ્યો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YIja0h
via Latest Gujarati News
0 Comments