અજય દેવગણ ભારતભરમાં નવા મલ્ટીપ્લેક્સ ખોલશે


(પ્રતિનિધિ દ્વારા)  મુંબઇ,તા. 19 મે 2019, રવિવાર

બોલીવૂડના કલાકારો ફક્ત અભિનય ક્ષેત્રે નહી ંપરંતુ અન્ય બિઝનેસમાં પણ સક્રિય છે. અજય દેવગણ પણ આવા કલાકારોની યાદીમાં આવે છે. અજય ઉત્તર પ્રદેશના હાપુડ અને ગાજીપુરમાં બે સિંગલ સ્ક્રિન થિયેટરો ખરીદી ચુક્યો છે. હવે તે ભારતભરમાં નવા મલ્ટીપ્લેક્સ  ખોલવા કટિબદ્ધ છે. 

અજય હવે મલ્ટ્કીપ્લેકસના બિઝનેસમાં દિલચસ્પી લઇ રહ્યો છે. આ માટે તે રૂપિયા ૬૦૦ કરોડનું રોકાણ કરવાનો છે. અજય ભારતભરમાં મલ્ટીપ્લેક્સ થિયેટરો ખોલવાની યોજના ઘડી રહ્યો  છે. એકટર પોતાના મલ્ટીપ્લેક્સ વેન્ચર એનવાય સિનેમાસ લિપમાં આવનારા પાંચ વરસમાં ૬૦૦ કરોડનું રોકાણ કરવાની યોજના ઘડી છે. 

 મારો ઇરાદો, દેશના ઉત્તર અને દક્ષિણ ઇલાકામાં ૨૫૦ સ્ક્રિન્સ ઓપન કરવાનો છે, તેમ અજયે કહ્યું હતું.અજય દેવગણના મલ્ટીપ્લેક્સ વેન્ચરનો પહેલું ચરણ  જૂનના મધ્યપ્રદેશના રતલામમાં  હશે. એનવાય સિનેમાનો ખાસ હેતુ રિમોટ એરિયામાં લોકોને મોર્ડન થિયેટર્સની સુવિધા આપવાનો છે. અજયે જોકે પોતાના આ પ્રોજેક્ટ બાબત વધુ વિગતો નહોતી આપી. હાલ અજયની રિલીઝ થયેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30nDw0e
via Latest Gujarati News

Post a Comment

0 Comments