
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 19 મે 2019, રવિવાર
રણવીર સિંહ એક પછીએક બ્લોક બસ્ટર ફિલ્મ આપતો જાય છે. તેમજ તેણે હવે ગીત ગાવાનું પણ શરૂ કરી દીધું છે. અભિનેતાએ ફિલ્મ ગલી બોયમાં અપના ટાઇમ આયેગા ગાઇને તેના ચાહકોને ડોલાવ્યા હતા. હવે તે આગામી ફિલ્મમાં પણ ગીત ગાય તેવી શક્યતા છે.
કહેવાય છે કે, રણવીર સિંહ ફરી એકવાર આવનારી સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ ૮૩ માટે ગીત હાવાનો છે. આ ફિલ્મના સંગીતકાર પ્રીતમે ફિલ્મમેકર્સને રણવીરના ગીત ગાવા માટે વાતચીત કરી હતી. નિર્માતા-દિગ્દર્શકે પણ પ્રીતમની વાત સાથે સહમત થયા છે. કહેવાય છે કે, રણવીર જલદી જ ફિલ્મના ટ્રેક પર કામ કરશે.
કબીર સિંહના દિગ્દર્શનમાં બની રહેવી આ ફિલ્મ ૧૯૮૩મા મળેલા ક્રિકેટ વર્લ્ડ કપ પર આ ધારિત છે. રણવીર આમાં કપિલ દેવના પાત્રમાં જોવા મળશે. એક વાત એવી પણ હતી કે, દીપિકા આ ફિલ્મમાં રણવીરની પત્નીનું પાત્ર ભજજવશે. પરંતુ દીપિકાએ હજી આ ફિલ્મ સાઇન કરી નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ju1G4a
via Latest Gujarati News
0 Comments