(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 19 મે 2019, રવિવાર
ફરહાન અખ્તર હાલ તેની ફિલ્મો કરતા તેની પ્રેમિકા સાથેના સંબંધથી વધુ ચર્ચામાં છે. તે પોતાની અને શિવાનીની તસવીરો સોશિયલ મીડિયા પર મુકતો રહે છે. પરંતુ આ વખતે તેણે આગામી ફિલ્મની તૈયારી કરતી તસવીર સોશિયલ મીડિયા પર મુકી છે.
ફરહાન હવે ફિલ્મ તુફાનમાં કામ કરવાનો છે. તેણે ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તે બોક્સિંગની પ્રેકટિસ કરતો અને પંચિંગ બેગને પંચ કરતો જોવા મળે છે. ફરહાને જ્યારે ફિલ્મની ઘોષણા કરી હતી ત્યારે તેણે ટ્વિટર એકાઉન્ટ પર શેયર કરી હતી. તેણે ટ્વિટ કર્યું હતુ ંકે, આ ફિલ્મમાં એક બોક્સરની હૃદયસ્પર્શી કહાણી હશે. ફિલ્મના અન્ય સ્ટારકાસ્ટ વિશે સ્પષ્ટતા કરવામાં આવી નથી. ફિલ્મ આ વરસના અંત પર ફ્લોર પર જાય તેવી શક્યતા છે.
આ ફિલ્મનું દિગ્દર્શન રાકેશ ઓમ પ્રકાશ મહેરા કરવાનો છે.તેણે જણાવ્યું હતુ ંકે, આ ફિલ્મની ખૂબસૂરત લવ સ્ટોરી અંજુ રાજાબાલીએ લખી છે. જેમાં એક વાસ્તવિક જીવન નહીં, પરંતુ કાલ્પનિક ચિત્ર કંડારવામાં આવશે. પૂરી દુનિયામાં આ રમતની કમનસીબી એ છે કે તે કદી શ્રીમંત લોકોની પસંદગીનો ખેલ રહ્યો નથી.
આ પહેલા ફરહાન અને રાકેશ ઓમ પ્રકાશે છ વરસ પહેલા ભાગ મિલ્ખા ભાગમાં કામ કર્યું હતું જે બોક્સ ઓફિસ પર સુપરહિટ ગઇ હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HCQ8bf
via Latest Gujarati News
0 Comments