પ્રજ્ઞા સિંહ ઠાકુર પર પ્રતિબંધ હોવા છતા પ્રચારનો આરોપ, ECએ મોકલી નોટિસ


ભોપાલ, તા. 05 મે 2019, રવિવાર

ભોપાલથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરના ચૂંટણી અધિકારીએ નોટિસ મોકલી છે. તેમને ફરિયાદ મળી છે કે પ્રજ્ઞા સિંહ ઠાકુર પર પ્રતિબંધ હોવા છતાં તેમણે ચૂંટણી પ્રચાર કર્યો. નોટિસ મોકલી જિલ્લા ચૂંટણી અધિકારીએ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પાસે જવાબ માંગ્યો છે.

ઉલ્લેખનિય છે કે. ચૂંટણીપંચે તેમના પર આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા પર 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો હતો. આ પ્રતિબંધ દરમિયાન સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પ્રચાર કર્યો હોવાની ફરિયાદ મળતા જિલ્લા ચૂંટણી અધિકારીએ તેમને નોટિસ મોકલી છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J3UNGq
via Latest Gujarati News

Post a Comment

0 Comments