
નવી દિર્લ્હી, તા. 9 મે, 2019, ગુરૂવાર
પ્રધાનમંત્રીની આથક સલાહ કર સમિતિનાં સભ્ય અને નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક ફાયનાન્સ એંડ પોલિસીના ડાયરેક્ટર રથીન રોયે જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા માળખાગત સંકટનાં જોખમમાં છે તેમજ ટૂંક સમયમાં મિડલ ઇન્કમ ટ્રેપમાં ફસાઈ શકે છે. વર્તમાન સમયમાં આથક મંદીનો સમય ચાલી રહ્યો છે તેવા સમયે રથીન રોયનું આ નિવેદન આવ્યું છે.
નાણાં મંત્રાલયે માર્ચ ૨૦૧૯નાં પોતાના માસિક આથક રિપોર્ટમાં ચેતવણી આપી હતી કે ભારતીય અર્થવ્યવસ્થા ૨૦૧૮-૧૯માં ધીમી થઇ ગઈ છે. આ મંદી માટે જવાબદાર પરિબળોમાં ખાનગી વપરાશ વૃદ્ધિમાં ઘટાડો, નિશ્ચિત રોકાણમાં વધારો તેમજ મ્યુટેડ એક્સપોર્ટનો સમાવેશ થાય છે. તેઓએ જણાવ્યું હતું કે આ જોખમ ઘણું ગહન છે. રથીન રોયે કહ્યું હતું કે આપણે એક માળખાગત મંદી તરફ આગળ વધી રહ્યા છીએ, આ એક પ્રારંભિક ચેતવણી છે.
વર્ષ ૧૯૯૧ બાદની અર્થવ્યવસ્થા નિકાસને આધારે નથી વધી પરંતુ દેશની ૧૦ કરોડ ભારતીય જનતા શું ઉપયોગ કરવા ઈચ્છે છે તેને આધારે વધી છે. આ ઉપરાંત રથીન રોયે જણાવ્યું હતું કે ૧૦ કરોડ ભારતીય ગ્રાહકો દેશની વિકાસગાથાને મજબૂત બનાવી રહ્યા છે તેઓ આગામી સમયમાં પણ પોતાનું યોગદાન આપશે.
જો કે નવા ગ્રાહકોમાં વધારો થવાનો હતો તે નથી થઇ રહ્યો. જેનો મતલબ છે કે આપણે કે ચીન નહીં બનીએ પરંતુ બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકા જેવો મધ્યમ આવક વાળો દેશ બનીશું. વિશ્વનાં દેશોએ મધ્યમ આવકમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરેલ છે પરંતુ કોઈને હજુ સુધી સફળતા મળી શકી નથી.
ભારતીય અર્થવ્યવસ્થા પર તેમને પુછવામા આવ્યું હતું કે સરકારનાં નિવેદન મુજબ ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વધી રહેલ અર્થવ્યવસ્થા છે તે કઈ રીતે ખ્યાલ આવે, તેના જવાબમાં રથીન રોયે કહ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપી વધી રહેલ અર્થવ્યવસ્થા છે પરંતુ અહીં ભારતનાં ઇતિહાસમાં સૌથી વધુ ઝડપથી વધી રહેલ અર્થવ્યવસ્થા નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VpNS0N
via Latest Gujarati News
0 Comments