
(પીટીઆઇ) લંડન, તા.19 મે, 2019, રવિવાર
બ્રિટનના વડા પ્રધાન થેરેસા મે એ એક નવા જ અને સુધારેલા કરારનો વચન આપ્યું હતું કે જૂનના પ્રથમ સપ્તાહમાં સંસદમાં ચોથી વખતે મતદાન માટે મૂકાનારા વિવાદાસ્પદ બ્રેક્ઝિટ કરાર અંગે લઇને આવશે.
એક છાપામાં લખતા મેએ લખ્યું હતું કે આમ સભામાં જ્યારે વિડ્રઅલ એગ્રીમેન્ટ પરત મૂકાશે ત્યારે તમામ સાંસદો માટે સાચો નિર્ણય લેવાશે. તેમણે સાંસદોને માત્ર ફરીથી તેની પર વિચાર કરવા જ નહીં બલકે બ્રેક્ઝિટની તરફેણ પરિણમેવા જૂન ૨૦૧૬ના લોકમતનું પણ સનમાન કરશે.
'સંસદમાં જ્યારે વિડ્રોઅલ એગ્રીમેન્ટ બિલ આવશે ત્યારે એમાં નવી અને બોલ્ડ ઓફર હશે. આમ સભાના તમામ સાંસદો માટે તેમાં એક નવું જ સુધારેલું પેકેજ હશે, મને આશા છે કે નવી કરારને ગૃહમાં સફળતા મળશે'એમ તેમણે લખ્યું હતું.'હું તેમને માત્ર ફરીથી વિચારવા જ નહીં કહું, બલકે નવી નજરે તેના સુધારેલા સ્વરૂપને જોવા પણ કહીશ'એમ તેમણે લખેલું.
આગામી મહિને યુરોપીયન સંઘમાંથી નીકળવાના વિડ્રોઅલ એગ્રીમેન્ટને ગૃહના મેજ પર મૂકયા પછી ખૂદ જ તેમના પક્ષના બેકબેન્ચર્સ તરફથી મોટો વિરોધનો સામનો કરી રહેલા મેએ ઘટસ્ફોટ કર્યો હતો કે તેમના કરારને પસાર કરાવવા માટે તેઓ છેક છેલ્લે સુધી પ્રયાસો કરશે અને શ્રેણીબધ્ધ બેઠકો પર કરશે.'આગામી સપ્તાહે કેબિનેટમાં નવા ફેરફારની ચર્ચા કરશે.
ઉપરાંત એ અંગે પણ વિચાર કરવામાં આવશે કે સંભવિત ટેકા માટેનો પ્રયાસ અને સહયોગ સંસદમાં મતદાન કરવું લાભદાયી સાબીત થશે કે કેમ?
ભારે અવઢવમાં અટવાયેલા બ્રિટિશ વડા પ્રધાન વિવાદાસ્પદ આઇરિશ બેકસ્ટોપને લઇને ચિંતિત છે જેમાં બ્રેક્ઝિટ પછી યુકે અને સંઘના સભ્ય આયરલેન્ડ વચ્ચે બોર્ડર સામે વિમા પોલીસીમાં સખ્ત નિયમો દાખલ કરાશે કે કેમ?
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HD07NM
via Latest Gujarati News
0 Comments