
જીનીવા, તા.19 મે, 2019, રવિવાર
સ્વિતર્ઝલેન્ડના નાગરિકોએ આજે હથિયાર અંગેના કાયદાઓને ચુસ્ત બનાવવાની તરફેણમાં મતદાન કર્યુ છે. દેશમાં હથિયારો અંગના કાયદામાં સુધારાની જરૂર છે તે અભિપ્રાયની તરફેણમાં કુલ ૬૩.૭ ટકા મતદાન થયું છે. સ્વિત્ઝર્લેન્ડ માટે યુરોપિયન યુનિયનનો ભાગ નથી પરંતુ યુનિયન સાથે સંબંધ જાળવી રાખવા માટે આ કાયદામાં સુધારો કરવો જરૂરી છે.
દેશના ૨૬ રાજ્યો પૈકી ૨૫ રાજ્યોએ કાયદામાં સુધારો કરવાની તરફેણમાં મતદાન કર્યુ છે, જ્યારે સ્વિત્ઝર્લેન્ડના દક્ષિણ છેડે આવેલા ઇટાલિયનભાષી ટાઇકિનો રાજ્યે જ કાયદાને યથાવત્ રાખવાની તરફેણમાં મતદાન કર્યુ છે.
યુરોપિયન યુનિયન તેમજ પાડોશી રાજ્યો છેલ્લાં કેટલાંક સમયથી સ્વિત્ઝર્લેન્ડને હથિયારોના કાયદાને કડક બનાવવાની ભલામણ અને માગણી કરી રહ્યા છે. આ સમૃદ્ધ દેશમાં હથિયારોની માલિકી સામાન્ય બાબત છે ઉપરાંત હથિયારોની માલિકી એ અહીંની સંસ્કૃતિનું એક અભિન્ન અંગ પણ છે.
કાયદામાં સુધારાની ચર્ચાએ સ્વિત્ઝર્લેન્ડમાં લોકજુવાળ રહ્યો હતો. હથિયાર ઉત્પાદકો અને બંદૂકોના શોખીનો આ ચર્ચાથી ચિંતિત થયા હતા અને લોબીઇંગ શરૂ કર્યુ હતું. કાયદામાં સુધારા માટે મતદાન ન કરાવવા માટે પણ આ લોકોએ ઘણાં લોકોના હસ્તાક્ષર લઇ વિવિધ સત્તામંડળો સમક્ષ રજૂઆતો કરી હતી. તેમનો આક્ષેપ હતો કે યુનિયન સ્વિત્ઝર્લેન્ડની સાર્વભૌમિકતા છિનવી રહ્યું છે.
સ્વિત્ઝર્વેન્ડ યુરોપિયન યુનિયનનો હિસ્સો નથી પરંતુ શેનઝેન ફ્રી વિઝા સહિતની ઘણી સંધિઓ તેણે યુરોપિયન યુનિયનના દેશો સાથે કર્યા છે. હજુ પણ હથિયાર ઉત્પાદકોની લોબીનો આક્ષેપ છે કે મતદાનનો અધિકાર ધરાવતા ૪૩ ટકા લોકોએ જ મતદાન કર્યુ હતું. તેથી સરકારે ફરી આ કાયદા અંગે વિચારણા કરવી જોઇએ.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VODFeK
via Latest Gujarati News
0 Comments