નવી દિલ્હી, તા. 16 મે 2019, ગુરુવાર
લોકસભા ચૂંટણી હેઠળ 6 તબક્કાનું મતદાન સંપન્ન થઇ ચૂક્યું છે અને હવે માત્ર અંતિમ તબક્કાનું મતદાન બાકી છે. છેલ્લા તબક્કાના ચૂંટણીપ્રચારનું એપીસેન્ટર બંગાળ બન્યું છે. સૌની નજર હાલ બંગાળ પર છે જ્યાં મોદી અને મમતાની જંગ ચરમસીમાએ છે.
19 તારીખે થનારા સાતમાં તબક્કાના મતદાનમાં પશ્ચિમ બંગાળમાં આજે રાત્રે 10 કલાકથી ચૂંટણીપ્રચાર બંધ થઇ જવાનો છે ત્યારે આજે સાંજે પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લી સભા સંબોધી છે. અહી તેમણે મમતા દીદીને નિશાને લેતા કહ્યું કે, દીદી સાંભળી લો, આ પશ્ચિમ બંગાળ તમારા અને તમારા ભત્રીજાની જાગીર નથી. આ માઁ ભારતીનું એક અતૂટ અંગ છે.
તેમણે કહ્યું કે, દીદી તમને વડાપ્રધાન પદનું સપનું જોવાની આઝાદી છે પરંતુ આપણા સુરક્ષદળો વિરુદ્ધ ગુંડાનો ઉપયોગ કરવાથી તમારી વિશ્વસનિયતા પર સવાલ ઊભા થઇ ચૂક્યા છે.
તમે તે શા માટે ભૂલી રહ્યાં છો કે લેફ્ટે તમારી સામે આવી જ સ્થિતી બનાવી હતી અને ત્યારે બંધારણીય સંસ્થાઓએ બંગાળમાં ન્યાયપૂર્ણ ચૂંટણીની ખાતરી આપી હતી. જો આ બંધારણીય સંસ્થા અને સેન્ટ્રલ ફોર્સ ના હોત તો તમે આજે મુખ્યમંત્રી ના હોત.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q96dct
via Latest Gujarati News
0 Comments