નવી દિલ્હી, તા. 28. મે. 2019 મંગળવાર
સાઉથના સુપરસ્ટાર રજનીકાંત પણ પીએમ મોદીએ લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતી સાથે જીત મેળવ્યા બાદ આફરીન પોકારી ગયા છે.
રજનીકાંતે કહ્યુ હતુ કે, હું પીએમ મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવાનો છુ. આ જીત મોદીની જીત છે.ભારતમાં ઈંદિરા અને રાજીવ ગાધી બાદ જો આજના યુગમાં લોકો પર કોઈનો જાદુ ચાલતો હોય તો તે નરેન્દ્ર મોદીનો છે.આખા દેશમાં હાલમાં પીએમ મોદીની લહેર છે.
દરમિયાન રાહુલ ગાંધી અંગે રજનીકાંતે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ રાજીનામુ આપવુ જોઈએ નહી.તેમણે સાબિત કરવુ જોઈએ કે, તેઓ પાર્ટી માટે સારા પરિણામ લાવવા માટે સક્ષમ છે.મને લાગે છે કે, તેમના માટે કોંગ્રેસને સંભાળવી અઘરુ કામ છે કારણકે કોંગ્રેસ બહુ જુની પાર્ટી છે અને તેમાં ઘણા સિનિયર નેતાઓ છે.જેમને કંટ્રોલ કરવા માટે રાહુલ ગાંધીની ઉંમર હજી નાની છે.મને લાગે છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કોઈ મહેનત પણ નથી કરી અ્ને કોઈએ રાહુલ સાથે સંકલન કરીને ચૂંટણીમાં કામ પણ નથી કર્યુ.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VXVC5P
via Latest Gujarati News
0 Comments