હવે સંજય નિરુપમે PM મોદીને ઔરંગઝેબનો આધુનિક અવતાર ગણાવ્યાં

નવી દિલ્હી, તા. 8 મે 2019, બુધવાર

લોકસભા ચૂંટણીનો અંત જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ નેતાઓ એકબીજા ઉપર આકરા પ્રહાર કરી રહ્યાં છે. કોંગ્રેસ નેતા સંજય નિરુપમે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતા તેમને ઔરંગઝેબના આધુનિક અવતાર ગણાવ્યાં છે.

સંજય નિરુપમે કહ્યું કે ભાજપના લોકો રોજ નવા જૂઠ્ઠાણાં ઘડી કાઢે છે અને બનાવટી પ્રચાર કરે છે. તેમણે કહ્યું કે બનારસના લોકોએ જે વ્યક્તિને ચૂંટ્યાં છે એ ઔરંગઝેબના આધુનિક અવતાર છે. કારણ કે બનારસમાં કૉરિડોરના નામે સેંકડો મંદિરો તોડવામાં આવ્યાં. નિરુપમે કહ્યું કે વિશ્વનાથ મંદિરમાં દર્શનના નામ પર 550 રૂપિયાની ફી લાગુ કરવામાં આવી છે જે એ વાતની સાબિતી છે કે જે કામ ઔરંગઝેબ ન કરી શક્યો એ નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે.

યૂપીએના કાર્યકાળ દરમિયાન કોઇ સર્જિકલ સ્ટ્રાઇક ન થઇ હોવાના ભાજપના દાવાને ફગાવતા નિરુપમે કહ્યું કે આ ભાજપનો દુષ્પ્રચાર છે. કારણ કે સ્ટ્રાઇકની સેનાના મોટા અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H7xMA5
via Latest Gujarati News

Post a Comment

0 Comments