
મુંબઇ, તા.22 જૂન, 2019, શનિવાર
મહારાષ્ટ્રમાં ૨૦૧૫ અને ૨૦૧૮ વચ્ચે ૧૨,૦૦૦થી વધુ ખેડૂતોએ આપઘાત કર્ર્યો છે. ત્રણ વર્ષના સમયગાળામાં આપઘાત કરનારા કુલ ૧૨૦૨૧ ખેડૂતો પૈકી ૬૮૮૮ જણ, જિલ્લાકક્ષાની સમિતિઓએ કરેલી ચકાસણી પછી સરકારી રાહત માટે યોગ્ય જણાયા હતા. અત્યાર સુધી ૬૮૪૫ ખેડૂતો પૈકી પ્રત્યેકના સ્વજનોને એક લાખ રૂપિયાની નાણાકીય મદદ કરાઇ છે, એમ સરકારે ઉમેર્યું.
જાન્યુઆરી-માર્ચ, ૨૦૧૯ વચ્ચે ૬૧૦ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જે પૈકી ૧૯૨ ખેડૂતો નાણાકીય મદદને પાત્ર જણાયા હતા. આ પૈકી ૧૮૨ ખેડૂતોના નિકટતમ સ્વજનને નાણાકીય વળતર ચૂકવાયું છે. બાકી કેસની યોગ્યતાની ચકાસણી થઇ રહી છે, એમ મહારાષ્ટ્ર સરકારે ઉમેર્યું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y9Flwk
via Latest Gujarati News
0 Comments