
નવી દિલ્હી, તા.22 જૂન, 2019, શનિવાર
ઉંચા આર્થિક વિકાસ માટે વડાપ્રધાન મોદીએ ૪૦ અર્થશાસ્ત્રીઓ અને અગ્રણી કંપનીના સીઇઓ સાથે બેકિંગ અને વીમા સેક્ટરમાં એફડીઆઇ વધારવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
બજેટ અગાઉ નીતિ આયોગ દ્વારા 'ઇકોનોમિક પોલીસી - ધ રોડ અહેડ' નામના વિષય પર ચર્ચા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં અર્થસાસ્ત્રીઓ તરીકે બિમલ જાલન(આરબીઆઇના પૂર્વ ગવર્નર), શંકર આચાર્ય(પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર), સુરજિત ભલ્લ(પૂર્વ પીએમઇએસીના સભ્ય) સહિતના ૪૦ અર્થશાસ્ત્રીઓએ પોતાના વિટારો રજૂ કર્યા હતાં.
આ બેઠકમાં હાજર રહેલા કંપનીઓના સીઇઓમાં એન ચંદ્રળશેખરન(ચેરમેન, તાતા સન્સ) સહિતના અગ્રણી કંપનીઓના સીઇઓ પણ હાજર રહ્યાં હતાં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FsnEAZ
via Latest Gujarati News
0 Comments