
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.22 જૂન, 2019, શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં રચાયેલ કેન્દ્રની નવી સરકારના પ્રથમ બજેટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નાણા મંત્રાલયે આજે પરંપરાગત હલવા કાર્યક્રમની સાથે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટ દસ્તાવેજોનું પ્રિન્ટિંગ કાર્ય શરૂ કર્યુ હતું.
નાણા પ્રધાન નિર્મલા સિતારમણ, રાજ્ય કક્ષાના નાણા પ્રધાન અનુરાગ ઠાકુર તથા નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નોેર્થ બ્લોકમાં હલવા પ્રથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
એનડીએ સરકાર પાંચ જુલાઇના રોજ ૨૦૧૯-૨૦નું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આ અગાઉ એક ફેબુ્રઆરીના રોજ સરકારે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યુ હતું.
આજના કાર્યક્રમમાં નાણા સચિવ સુભાષચંદ્ર ગર્ગ, મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડે, ડીઆઇપીએમએમ સચિવ અતાનુ ચક્રવર્તી અને નાણાકીય સેવાઓના સચિવ રાજીવકુમાર પણ હાજર રહ્યાં હતાં. આ પરંપરાગત કાર્યક્રમમાં એક મોટી કડાઇમાં હલવો તૈયાર કરવામાં આવે છે અને મંત્રાલયના તમામ સ્ટાફને પીરસવામાં આવે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZEfPj3
via Latest Gujarati News
0 Comments