અમેરિકન ગ્રાહકોને કપડા, ફૂટવેર અને રમકડા માટે 12.2 અબજ ડોલર વધુ ચૂકવવા પડશે


વોશિંગ્ટન, તા.22 જૂન, 2019, શનિવાર

જો અમેરિકા ચીનની અન્ય ૩૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર આયાત ડયુટી વધારશે તો અમેરિકન ગ્રાહકોને વસ્ત્રો, ફૂટવેર, રમકડા અને ઘરની વસ્તુઓ માટે ૧૨.૨ અબજ ડોલર વધુ ચૂકવવા પડશે. 

જો અમેરિકા ચીનની વધુ વસ્તુઓ પર આયાત ડયુટી વધારશે તો અમેરિકન ગ્રાહકોને વસ્ત્રો માટે ૪.૪ અબજ ડોલર, ફૂટવેર માટે ૨.૫ અબજ ડોલર, રમકડા માટે ૩.૭ અબજ ડોલર અને ઘરની વસ્તુઓ માટે ૧.૬ અબજ ડોલર વધુ ચૂકવવા પડશે તેમ રીટેલ ટ્રેડ ગુ્રપે એક નિવેદનમાં જણાવ્યું છે. 

નેશનલ રિટેલ ફેડરેશન (એનઆરએફ)ના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ ડેવિડ ફ્રેન્ચે જણાવ્યું છે કે ટૂંકા ગાળામાં રિટેલરોને ચીનની વસ્તુઓ વાપરવાની ફરજ પડશે અને તેઓ તે આ રકમનો બોજ ગ્રાહકો પર નાખશે. 

અમેરિકાની અગ્રણી રિટેલ કંપનીઓએ પણ ચીનની વસ્તુઓ પર વધુ ડયુટી નાખવાનો વિરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ચેતવણી આપી હતી કે તે ચીનની અન્ય ૩૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી નાખવાની ચેતવણી આપી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Iz88Fh
via Latest Gujarati News

Post a Comment

0 Comments