
આજની ડિજીટલ પેઢીને મોબાઇલનું વળગણ વધતું જાય છે. ખાસ કરીને વેકેશનમાં ટીન એજ છોકરા, છોકરીઓ પબ્જી જેવી વિવિધ પ્રકારની ઓનલાઇન ગેમ રમવામાં વ્યસ્ત બન્યા છે. પબ્જી જેવી ગેમ રમવામાં હારના ડરથી આવતું ટેન્શન કયારેક જીવલેણ બને છે. મધ્યપ્રદેશના નિમચમાં 6 કલાક સુધી ઓન લાઇન પબ્જી ગેમ રમવાથી 16 વર્ષના યુવકનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ફુરકાન કરેશી નામનો 12માં ધોરણમાં અભ્યાસ કરતો સ્ટુડન્ટ વેકેશનમાં મોબાઇલ ગમ રમવાની લત વળગી હતી. તે ગેમ રમતો હતો ત્યારે અચાનક જ જોરથી બૂમો પાડવા લાગ્યો અને બ્લાસ્ટ કરો, બ્લાસ્ટ કરો એમ બોલતો હતો. ત્યાર પછી ઇયરફોન બહાર કાઢીને મને હરાવી દીધો તને રમતા જ નથી આવડતું એમ બોલીને ફર્શ પર પટકાયો હતો. ત્યાર પછી હોસ્પીટલ લઇ જવાતા ડોકટરે તપાસીને મૃત જાહેર કર્યો હતો. તેનું મોત ગેમની ઉત્તેજના વધી જવાથી આવેલા હાર્ટ એટેકથી થયું હતું. (તસ્વીર પ્રતિકાત્મક છે.)
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W4pqxF
via Latest Gujarati News
0 Comments