મોદી સરકારમાં મહારાષ્ટ્રના પ્રધાનોને મહત્ત્વના ખાતાની ફાળવણી


(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા.  31 મે 2019, શુક્રવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના મોદી સરકાર-૨ના ૫૮ પ્રધાનોની સોગંદવિધિ ભારે ઉત્સાહના વાતાવરણમાં ગઈ કાલે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં થયો અને આ તમામ પ્રધાનોને આજે એમના  વિભાગોની ફાળવણી કરવામાં આવી. દેશને સંપૂર્ણરીતે સાંકળવાના દ્રષ્ટિથી મહત્ત્વના કહેવાતા રેલ, રસ્તા, નદી અને માહિતી, ઉદ્યોગ, સામાજિક ન્યાય આ ચોમેરના ડિપાર્ટમેન્ટ મહારાષ્ટ્રના ફાળે આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના માજી રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરી આ મોદી સરકાર-૧માં મહત્ત્વના અને વિકાસના માર્ગે દેશને દોરવાવાળા પ્રધાન તરીકે ઓળખવામાં આવ્યા. આ મોદી સરકાર-૨માં પણ નિતિન ગડકરીને રોડ ટ્રાન્સપોર્ટ, હાઇવેઝ, તેમ જ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝેસ ડિપાર્ટમેન્ટ ફાળવવામાં આવ્યું છે.

મોદી સરકારમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અને 'જહા કામ વહી હમ' એવી રીતે જવાબદારી પૂરી પાડવામાં પિયુષ ગોયલને રેલ પ્રધાનના સાથે સાથે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ ફાળવવામાં આવ્યો છે. પુણેના પ્રકાશ જાવડેકર મોદી સરકાર-૧માં શિક્ષણ અને માહિતી વિભાગના પ્રધાન હતા. હવે મોદીસરકાર-૨માં પણ પ્રકાશ જાવડેકરને પર્યાવરણ, જંગલ, ક્લાયમેન્ટચેંજ અને ઇન્ફર્મેસન એન્ડ કાસ્ટિંગ આ મહત્ત્વના વિભાગ ફાળવવામાં આવ્યા છે.

દક્ષિણ મુંબઈના કેબિનેટ પ્રધાન શિવસેનાના અરવિંદ સાવંતને હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટર પ્રાઇઝેસ ડિપાર્ટમેન્ટ સુપરત કરવામાં આવ્યું છે.

રાજ્યકક્ષાના પ્રધાન રાવસાહેબ દાનવેને કંઝ્યુમર અફેસર્સ અને અન્ન અને જાહેર વિતરણ વિભાક સુપરત કરવામાં આવ્યો છે. 

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ રામદાસ આઠવલેને સામાજિક ન્યાય ફરીથી સુપરત કરાય ોછે. અકોલાના સાંસદ સંજય ધોળેને એમઆરડી, કોમ્યુનિકેશન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી વિભાગ સુપરત કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાંથી રાજ્યસભામાં ગયેલા રાજ્યમંત્રી વી. મુરલીધરન વિદેશ પ્રધાન

મહારાષ્ટ્રમાંથી મોદી સરકાર-૨માં સાત પ્રધાનો બનાવાયા છે, પણ એમના સાથેસાથે મહારાષ્ટ્રમાંથી રાજ્યસભામાં ચૂંટાઈ આવેલા વી. મુરલીધરન આ પણ ટોક્સિલી મહારાષ્ટ્રના જ ગણાય છે. રાજ્યકક્ષાના પ્રધાન વી. મુરલીધરન પાસેવિદેશ મંત્રાલય તેમ જ પાર્લામેન્ટરી અફેઅર્સ આ વિભાગ સુપરત કરવામાં આવ્યા છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MnyGgz
via Latest Gujarati News

Post a Comment

0 Comments