આજે ઐતિહાસિક ડેક્કન ક્વીનની 90મી તો, પંજાબ પેશાવર મેલની 107મી વર્ષગાંઠ


મુંબઇ, તા. 31 મે 2019, શુક્રવાર

મુંબઇથી પુણે વચ્ચે દોડતી ડેક્કન ક્વીન બ્રિટીશોના સમયથી પ્રવાસીઓની માનીતી ટ્રેન રહી ચૂકી છે તે શનિવારે ૯૦ વર્ષ પૂર્ણ કરશે. તેમજ મુંબઇથી- પેશાવર પંજાબ મેલ પણ ૧૦૭ વર્ષ પૂર્ણ કરશે. આ બંને ટ્રેનોની વર્ષગાંઠની ઉજવણી સીએસએમટી સ્ટેશને ધૂમધામથી કરાશે.

૧ જૂન ૧૯૩૦ના રોજ ડેક્કન ક્વીનની શરૂઆત મુંબઇથી પુણે વચ્ચે થઇ હતી. શરૂઆતમાં તેમાં ૭ કોચ હતા અને દરેક કોચ રૂપેરી રંગે રંગાયેલા હતા. શરૂઆતમાં તેના માત્ર પ્રથમ શ્રેણી અને દ્વિતીય શ્રેણીના કોચ જ હતા. ૧૯૫૫માં તેમાં ત્રીજી શ્રેણીના ડબ્બા બેસાડાયા હતા. અને ૧૯૭૪માં તેને ફરીથી બીજી શ્રેણીના કરાયા હતા. આટ આટલા બદલાવ પછી પણ તેની લોકપ્રિયતામાં ૯૦ વર્ષો બાદ પણ કોઇ  જ પરિવર્તન આવ્યું નથી હાલ તે ૧૭ ડબ્બાની ટ્રેન બનીને દરરોજ હજારો પ્રવાસીઓને તેમના ગંતવ્યસ્થાને પહોંચાડી રહી છે. 

૧ જૂન ૧૯૧૨ના રોજ પંજાબ મેલ સૌપ્રથમ વાર મુંબઇથી પેશાવર દરમિયાન દોડી હતી. ૨૪૯૬ કિલોમીટરનો માર્ગ, માત્ર ૯૬ પ્રવાસીની ક્ષમતા ધરાવતી આ ટ્રેન ૪૭ કલાકમાં કાપતી હતી. હવે આ ટ્રકેન ૧૯૩૦ કિલોમીટરનું મુંબઇથી ફિરોઝપુરનુંઅંતર કાપવામાં ૩૪.૧૫ કલાકનો સમય લે છે. આ ટ્રેનનું રેસ્ટોરન્ટ કારને પેન્ટ્રી કારથી બદલવામાં આવી છે. આ ટ્રેન ૨૪ કોચની કરાઇ છે જે હજારો પ્રવાસીઓને ગંતવ્યસ્થાને પહોંચાડે છે. 

આ ટ્રેનોની વર્ષગાંઠની ઉજવણી આજે મધ્ય રેલવેના સીએસએમટી ખાતે ૨૦થી ૨૫ રેલવે ચાહકો અને રેલવેના અધિકારીઓ સાથે મળીને કરશે. આ ટ્રેનોની વર્ષગાંઠ નિમિત્તે તેઓ કેક કાપીને ટ્રેનોને શણગારી અનોખા અંદાજમાં ઉજવણી કરતા જોવા મળશે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HRFb7j
via Latest Gujarati News

Post a Comment

0 Comments