નાશિકમાં મહિલાએ શસ્ત્ર લૂંટારાનો બહાદુરીથી સામનો કર્યોઃઆરોપીની ધરપકડ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા. 31 મે 2019, શુક્રવાર

નાશિકમાં એક બેન્કના ગ્રાહક સેવા કેન્દ્રમાં લૂંટ કરવા આવેલા સશસ્ત્ર લૂંટારાનો મહિલાએ બહાદુરીથી સામનો કર્યો હતો. આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં ઝડપાય ગઇ હતી. પોલીસે લૂંટારાની ધરપકડ કરી છે.

નાશિક સ્થિત અશોકનગરમાં આવેલા બેન્કના ગ્રાહક સેવા કેન્દ્રમાં સવિતા નોકરી કરે છે. કેન્દ્રમાં સવિતા એકલી હતી ત્યારે સશસ્ત્ર લૂંટારો કેન્દ્રમાં ઘૂસી ગયો હતો. તેણે ચાકૂ ધાખવીને સવિતાને મારી નાખવાની ધમકી આપી હતી.

આરોપી કાઉન્ટરમાંથી પૈસા કાઢતો હતો. ત્યારે સવિતાએ તેના હિંમતપૂર્વક સામનો કર્યો હતો. તેણે લૂંટારાના હાથ પર બચકું ભર્યું હતું. આથી ગુસ્સામાં આરોપીએ સવિતાની મારપીટ કરી હતી. દરમિયાન આરોપી ૪૦ હજાર રૂપિયા લૂંટી નાસી ગયો હતો.

ઇજાગ્રસ્ત  સવિતાએ ઘટનાની માહિતી તેના પતિને આપી હતી. પછી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે મામલાની તપાસ શરૂ કરી હતી. છેવટે પોલીસે સાતપૂર પરિસરમાંથી જ આરોપી સંગ્રામ પારખ (ઉ.વ.૨૮)ની ધરપકડ કરી હતી.

આરોપી સંગ્રામ રેકોર્ડ પરનો ગુનેગાર નથી સાતપૂરમાં એક કંપનીમાં કામગાર છે. એક વ્યક્તિ પાસેથી આરોપીએ પૈસા ઉધાર લીધા હતા. આ રકમ પાછી આપવા તેણે લૂંટ કરી હતી.

પોલીસે સવિતાનું તેની કામગિરી બદલ સન્માન કર્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Mnv669
via Latest Gujarati News

Post a Comment

0 Comments